________________
અષ્ટમ પ્રસ્તાવ
૪પ૭ કેને ઉપાલંભ દે? કોને યાદ કરવા? કોની સ્તુતિ કરવી? અને દુઃખથી મલિન એવું પિતાનું મુખ પણ કેને બતાવવું?”
પછી કપદી યક્ષના આદેશથી ત્રણે જગતમાં પવિત્ર એવી શત્રુંજય ઉપરની ભૂમિ પર વસ્તુપાળનો દેહ લઈ ગયા અને તેજપાલ વગેરે સ્વજનેએ કપૂર, ચંદન, અગરૂ, કસ્તૂરી વગેરે દિવ્ય અને શુભ સુગધી વસ્તુઓથી તે દેહને અગ્નિસંસ્કાર કર્યો. ત્યાં તેજપાલે લિજ્યમાં સુંદર એવું આરસનું સ્વર્ગારોહ નામે એક દેદીપ્યમાન ચિત્ય કરાવ્યું. વળી ચૌલુક્ય રાજાની આજ્ઞાથી ત્યાં શ્રી જિનપૂજા નિમિત્તે તેણે અકપાલિક ગામ દેવદ્રવ્યમાં અર્પણ કર્યું. પછી જગ...દીપ નામના શ્રી યુગાદિજિનની અદભુત ભક્તિપૂર્વક અનેક સામગ્રીથી પૂજા કરીને જોત્રસિહાદિક સાથે ક્ષેમપૂર્વક તેજપાલ ધવલપુરમાં આવીને વિશળદેવ રાજાને ન. વસ્તુપાલનું સ્વર્ગગમન સાંભળતાં વિશળદેવ રાજા તીવ્ર દુઃખરૂપ સાગરમાં ડૂબી ગયે. તેના ઔદાર્ય, ધૈર્ય અને ગાંભીર્ય વગેરે ગુણોનું નિરંતર સ્મરણ કરતાં રાજા કદાપિ વિરામ પામતો નહોતે. કષ્ટસાધ્ય એવાં વિવિધ રાજકાર્યોમાં રાજા પ્રતિદિન વસ્તુ પાલને યાદ કરતો હતો. પછી અસાધારણ પ્રભાયુક્ત અને ગુણના આધારરૂપ એવા તેજપાલને સત્કાર કરીને રાજાએ તેને ધનભંડારનો અધિકારી બનાવ્યો, અને જૈત્રસિંહ મંત્રીપુત્રને તેના પરાક્રમ ગુણથી પ્રસન્ન થઈને