________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૫૯ હતા છતાં તેવા પ્રકારના ધ્યાનવિશેષથી શંખેશ્વર તીર્થેશના અધિષ્ઠાયકદેવપણે ઉત્પન્ન થયા. તે દેવે પોતાના જ્ઞાનેપગથી જોયું, પણ અલ્પજ્ઞાની હોવાથી વસ્તુપાલની ગતિને તે જાણું ન શક્યો; એટલે પૂર્વવિદેહમાં જઈ શ્રી સીમંધરસ્વામીને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તેણે મંત્રીશ્વરની ગતિ પૂછી. એટલે ભગવંતે સભા સમક્ષ તે દેવને કહ્યું કે-“પુણ્યકર્મથી પવિત્ર એવો વસ્તુપાલ મહામંત્રી અહીં જ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિશું નગરીમાં લક્ષમીના પુંડરીક કમળ સમાન, ક્ષત્રિયેથી વદિત, સમ્યગ્દષ્ટિ જનમાં મુગટ સમાન તથા સત્કીર્તિયુક્ત એ કુચંદ્ર નામે રાજા થયા છે, અને પ્રાંતે પ્રાય સામ્રાજ્યનો ત્યાગ. કરી સંયમ આદરીને વિજય વિમાનમાં તે દિવ્ય ઉદયયુક્ત એ મહાન્ દેવ થવાનું છે. ત્યાંથી ચ્યવી અહી જ સામ્રાજ્યપદવીને પામીને ચારિત્રના યોગે કેવળી થઈ મેક્ષે જશે. વળી તેજપાલ મંત્રીની પત્ની અનુપમાદેવી આ જ વિજયમાં જન્મથી પવિત્ર એવા શ્રેષ્ઠીની પુત્રી થઈ છે, આઠ. વર્ષની થતાં તેણે અમારી પાસે સંયમ લીધું છે, અને ઘનઘાતી કર્મને ક્ષય થવાથી દેવતાઓથી વંદિત એવી તે કેવળજ્ઞાન પામી છે, તે દેશનૂન પૂર્વકેટિ પર્યત સંયમસ્થિતિને કેવળીપણામાં આરાધીને સમસ્ત કર્મથી મુક્ત થઈ મેક્ષે જશે. તે મહાસતી અત્યારે આ કેવળીની પર્ષદામાં બેઠી છે. વળી તેજપાલ મંત્રી મરણ પામીને પ્રથમ દેવલોકમાં સંપત્તિથી ઈંદ્ર સમાન સમ્યગ્દષ્ટિ દેવ થવાના છે, અને
* આ હકીકત તેજપાળના સ્વર્ગગમન અગાઉની છે.