________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૬૧
"6
,,
યથાસ્થિત વાણી સાંભળીને તે વખતે ત્યાં આવેલ શખેધરાધિષ્ઠાયક પેલા દેવ પ્રત્યક્ષ થઈ ને મેલ્યા કે– હે શ્રાવકાત્તમ ! પૂજનેાચિત બધી વસ્તુ તા તારા ગાડામાં જ ભરી છે, છતાં ભક્તિને લીધે ભગવંતને વૃથા ઉપાલંભ કેમ આપે છે?' એ વખતે તેના પુત્રે ત્યાં આવીને તે દેવના સાંભળતાં આનંદપૂર્વક તેને નિવેદન કર્યુ.. કે− પૂજા ચેાગ્ય વસ્તુઓ બધી પુનઃ પ્રાપ્ત થઈ છે, એટલે તે શ્રાવકે પેલા દેવને પૂછ્યું કે આ શું આશ્ચય ?” પછી તેણે પેાતાનુ વિદેહગમનાદિકનું બધું સ્વરૂપ કહી સભળાવ્યું; અને પુનઃ કહ્યુ કે “ તે તે સ્થાનના (તીર્થાકિના) અધિષ્ઠાયિક દેવ સાવધાન થઈને ભક્તજનાને અભીષ્ટ ફળ આપે છે, બાકી કૃતકૃત્ય થયેલા આ વીતરાગ પ્રભુ તા માક્ષે ગયા છે, એટલે તે તેા સ્તુતિથી પ્રસન્ન કે નિદ્રાથી નારાજ થતા જ નથી; પરંતુ તેમની ભક્તિથી સંતુષ્ટ થયેલ અધિદાયિક દેવ ભક્તના પુણ્યાનુસારે અનુકૂળ થઈ ને ઉપયાગપૂર્વક તેને ફળ આપે છે. હું શ્રી વસ્તુપાલની ભવસ્થિતિ જાણવાને શ્રી સીમંધરસ્વામી પાસે ગયા હતા, એટલે રસ્તામાં તમારી ભાગાદિ સસ્તુનું ચારે હરણ કર્યું, પરંતુ મે' અહીં આવતાં તે હકીકત જાણીને તમારી સ વસ્તુઓ તમને પુનઃ લાવી આપી.”
પછી વસ્તુપાલ વગેરેની ગતિ જાણીને તે શ્રાવકાત્તમે ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરી, અને શાસનના ઉદય માટે સપતિને યાગ્ય સમસ્ત કૃત્યો તેણે ત્યાં વિધિ