________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૫૩
સમજીને સકુટુંબ તેજપાલ મંત્રીએ સિદ્ધાચીની યાત્રાનિમિત્તે જવાની સર્વ સામગ્રી તૈયાર કરી, એટલે મંત્રીની સાથે યાત્રાએ જવા માટે સંઘ એકત્ર થયો. તે વખતે સામત સહિત વિશળદેવ રાજા પણ મંત્રીને ઘેર મળવા આવ્યો; એટલે પ્રૌઢ પ્રાભૂતથી રાજાને પ્રસન્ન કરીને મંત્રીએ શત્રુંજયની યાત્રા કરવા માટે જવાની અનુજ્ઞા માગી; એટલે ગૌરવ સહિત પરવાનગી આપીને રાજાએ કહ્યું કે
હે મંત્રીશ! તમારા પ્રસાદથી દુ રાજાઓને જીતીને પિતાએ અખંડ એશ્વર્યયુક્ત રાજ્ય કર્યું અને હું જે આ સપ્તાંગ સુંદર રાજ્ય પામ્યો છું તેમાં પણ તમારા વિશદ પ્રસાદ જ મુખ્ય કારણરૂપ છે; માટે હે મંત્રિમ્ ! આ સર્વ સંપત્તિ તમારી જ છે, તો પૂર્વની જેમ યથારુચિ સર્વ કાર્યોમાં તેને તમારે વ્યય કરે; અને સુપાત્રદાનપૂર્વક યાત્રા કરીને પુનઃ શીધ્ર અહીં આવી તમારે પૂર્વવત્ રાજ્યકારભાર ચલાવવો.” આ પ્રમાણે કહીને મંત્રીશ્વરને નેહપૂર્વક તેણે ત્રણ લક્ષ સુવર્ણ બક્ષિસ કર્યું, અને મંત્રીથી પ્રણામ કરાયેલ રાજા પિતાના આવાસમાં આવ્યું.
પછી મંત્રી પોતે નાગડ (નવામંત્રી)ને ઘરે ગયા, એટલે તેણે ભક્તિપૂર્વક પ્રૌઢ આસન આપીને મંત્રીને સત્કાર કર્યો. પછી મંત્રીશ્વરે તેને કહ્યું કે-“હે મહાભાગ! ભવાંતરની વિશુદ્ધિનિમિત્તે સ્વજનો સહિત અમે જિનાધીશને વંદન કરવા શ્રી વિમલાચલ તીથ પર જવાના છીએ; માટે નિર્દોષ અને સરળ એવા આ જૈન મુનિએનું તમારે