________________
: અષ્ટમ પ્રસ્તાવ
૪૫૧
સબંધીનુ બધુ ધન તેને આપી દો.” એટલે તે મેલ્યા કેહું રાજન્ ! શ્રી વીરધવલ રાજાની આજ્ઞાને વશ થયેલા તથા સુખેથ્થુ એવા અમે પ્રાપ્ત થયેલ બધું ધન, શત્રુંજય તથા ગિરનાર પ્રમુખ વિવિધ સુતીર્થોમાં, પવિત્ર પાત્રામાં અને દીન તથા દુઃસ્થિત લાકામાં વાપરી નાખ્યું છે તેમજ ચૌલુકય રાજાના શ્રેયનિમિત્તે યાચક જનેામાં પણ તેના વ્યય કર્યો છે.” એટલે રાજાએ કહ્યું કે-“જો એમ હોય તે આ સબધમાં કઈક સોગન લ્યા.'' એટલે સામેશ્વર રાજગુરુએ કહ્યું કે-“ હે વાયુ! અત્યંત પુષ્ટ પરિમલમાં આસક્ત એવા મધુકરથી મહાન્ પ્રૌઢતા પામીને પણ આ તેં શું કર્યું કે અંધકારને દૂર કરનાર સૂર્ય - ચદ્રના દૂરથી તિરસ્કાર કરીને ચરણમાં સ્પર્શ કરવા લાયક રજ તેમના સ્થાને આકાશમાં તે સ્થાપન કરી.” આ પ્રમાણેની અન્યાક્તિ સાંભળીને પ્રસન્ન થયેલ રાજા સાગન આપવાથી નિવૃત્ત થયા, અને મત્રીને સન્માન આપીને વિસર્જન કર્યાં, એટલે તે અને મંત્રી સ્વસ્થાને આવ્યા. પછી તેમણે બહુ વિસ્તારથી સાધર્મિક વાત્સલ્ય કર્યું' અને વાર્દિકથી સર્વ સાધુઓના સત્કાર કર્યાં.
એકદા પચાસરા પ્રમુખ ચૈત્યાને વંદન કરવાની ઇચ્છાથી મંત્રીશ્વર ગુજરાત પાટણમાં આવ્યા. ત્યાં સ ચૈત્યામાં બધી જિનપ્રતિમા આને સમસ્ત પ્રકારે ભાવથી પૂજીને સ શૈત્ય પર ધ્વજારોપ કર્યા, અને સ્વામિવાત્સલ્ય તથા સર્વ ગચ્છના સાધુઓનું પૂજન કરીને ત્યાંથી તે