________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૪૯
ઉપાર્જન કરેલ અને જીવિતવ્યના એક ફળરૂપ યશ જે પ્રથમથી જ લુંટાઈ જાય તે પછી મનસ્વી જને શરીરરૂપ પલાલનું શા માટે પાલન કરે?” ઈત્યાદિ વચનેથી મરણ પર્યત યુદ્ધ કરવાનો તેને દઢ નિશ્ચય જાણુને સેમેશ્વરે રાજા પાસે આવીને સુધા સમાન શીતળ ગિરાથી તેને સમજાવ્યા કે – “હે દેવ ! આ વ્યતિકરમાં ખઅલિત વીર્યવાન એવો એ વિરકુંજર મંત્રી પિતે મરશે અને અન્ય હજારેને મારશે. વળી હે રાજન્ ! સામ્રાજ્યદીક્ષામાં એ જ તમારે ગુરુ હતે, માટે સમસ્ત વિશ્વને ઉપકારક એવે એ મંત્રી પિતાની જેમ તમારે સન્માન આપવા લાયક છે. જૂના સેવકોના અપરાધને જે બેત્રણ વાર પણ દરગુજર ન કરે એવા સ્વામીને કૃતજ્ઞ જનેમાં અગ્રેસર ગણીને શું સજજને તેની પ્રશંસા કરે? વળી સદા સેવાપરાયણ એવા મારા જેવા અન્ય સેવકના મનમાં પણ આમ થવાથી હવે તમારી શી આશા રહેશે ?” ઈત્યાદિ તેની મધુર વાણી સાંભળીને શાંત હૃદયથી રાજાએ તે રાજગુરુને કહ્યું કે – “એને ધીરજ આપી માનપૂર્વક તમે અહીં લઈ આવે કે જેથી પુનઃ આપણે તેને યથાયોગ્ય સત્કાર કરીએ.”
રાજાના આદેશથી રાજગુરુએ મંત્રીશ્વરને ઘરે આવીને રાજાનું કથન તેમને યુક્તિપૂર્વક કહી સંભળાવ્યું. પછી વસ્તુપાલ તેની સાથે રાજા પાસે આવ્યા, પરંતુ વીર સુભટથી પરિવૃત્ત થઈને ત્યાં તે સાવધાન જ રહ્યો હતો, ૨૯