________________
- અષ્ટમ પ્રસ્તાવ
-
૪૪૭
છીનવી લઈને ગર (વિષ)ની જેમ લેકેને સંહાર કરનાર નાગરજાતિના નાગડ મંત્રી પર પ્રસાદ કરીને તેના હાથમાં આપી, એટલે સોલ્લાસથી રોમાંચિત થયેલા - તેના હાથમાં તે મુદ્રિકા બેરડીના વૃક્ષ પર આરૂઢ થયેલી કલ્પતાની જેવી શોભવા લાગી.
ભક્તિ મુગ્ધ એવા મંત્રીએ તે નગરમાં પિતાના ગુરુ નિમિત્તે સાત માળનું એક ઉન્નત પૌષધાગાર કરાવ્યું હતું. ત્યાં કોઈ અગીતાર્થ અણગાર ઉપરની ભૂમિનું પ્રમાર્જન કરતા હતા. એવામાં નીચેથી પસાર થતા રાજાના સિહ નામના મામાના મસ્તક પર તેની ધૂળ પડી. આથી તેણે કોધોધ થઈને તે સાધુને નિર્દય રીતે માર માર્યો, કારણ કે “મદમસ્ત જનોના હૃદયમાં વિવેક ક્યાંથી હોય? આથી મંત્રીને અત્યંત ગુસ્સો આવવાથી કઈ વીર મનુષ્યને હાથે તેને કરચ્છેદ કરાવ્ય; એટલે પેડુંક વંશના ક્ષત્રિયામાં મુખ્ય અને પ્રબળ ઓજસ્વી એ સિંહ રાજા અંતરમાં જૈન મત પર બહુ વૈષ ધરવા લાગ્યા. દેવગે રાજપૂજ્ય એવા તે સિંહ રાજાની સાથે વસ્તુ પાલને વિષમ વિરોધ ઊભે થયો. મામાને દાક્ષિણ્યને લીધે વિશળદેવે પણ તેને પક્ષ કર્યો, એટલે સિહે સન્ય સહિત મંત્રીશ્વરના ઘરને ઘેરે ઘાલ્યો. મંત્રોના ઉદ્ધત સુભટો તરત જ યુદ્ધ કરવા તત્પર થઈ ગયા, અને પરસ્પર યુદ્ધ શરૂ થયું. તે જોઈને રાજધાનીના બધા લોકો ભયભ્રાંત થઈ ગયા. રાજાએ પણ અત્યંત ક્રોધાયમાન થઈને