________________
૪૪૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સભામાં રાજાએ પિતે તેની સ્તુતિ કરી કે-“શ્રી તેજપાલ મંત્રી ચિરકાળ તેજસ્વી રહે. ચિંતામણિની જેમ જેને લીધે લેકે નિશ્ચિત થઈને આનંદ કરે છે.”
પછી બૃહસ્પતિ સમાન પ્રતિભાશાળી એવા પિતાના અનુજ બંધુ તથા પિતાના પુત્ર જૈત્રસિંહને રાજ્યભાર સોંપીને શ્રીવાસ્તુપાલ મંત્રીએ શત્રુંજય તથા રેવતચલની સવિસ્તર યાત્રા કરીને તે સુવર્ણ ત્યાં વ્યય કર્યો. તે વખતે સમસ્ત વિશ્વને આશ્ચર્ય પમાડનાર એવા સંઘપૂજાના ઉત્સવમાં શ્રી દેવેંદ્રસૂરિએ તેને ઉપદેશ આપે કે - “ભાગ્યથી પ્રાપ્ત થઈ શકે એવી પુણ્યવંત જનની લક્ષ્મી પ્રાણીઓનું રક્ષણ કરવામાં, જગતને ઉપકાર કરવામાં, જિનભક્તિમાં, સાધર્મિક વાત્સલ્યમાં, સ્વજનોને આનંદ પમાડવામાં, સુપાત્ર દાનમાં, જીર્ણોદ્ધારમાં, યતિઓને દાન આપવામાં તથા શાસનનો ઉદ્યત કરવામાં વાપરવા વડે જ સફળ થાય છે.”
હવે શ્રી વીરધવલ રાજાના સામ્રાજ્યનો જેટલો વિસ્તાર હતું તેટલો જ વિસ્તાર મંત્રીના પ્રભાવથી અનુક્રમે વિશળદેવને પ્રાપ્ત થયે, છતાં મહીતળ પર પ્રસાર પામવાથી તે રાજા શ્રી વસ્તુપાલ મંત્રીને કેવળ લઘુતાથી જેતે હતે. વિશળદેવને એક સિહ નામે મામે હતે. રાજાના આદેશથી સમર્થ એવા તેને સર્વ રાજાઓમાં અગ્રેસર અધિકારી બનાવવામાં આવ્યો હતો. તે પિશુનાત્મ પાપીથી ઘેરાયેલ રાજાએ તેજપાલના હાથમાંથી મુદ્રાન