________________
४४४ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ત્યાં એક બ્રહ્મમંદિર કરાવ્યું. તેમજ શાસનનાયક શ્રી વધમાનસ્વામીનું સુવર્ણકળશયુક્ત એવું એક ઉન્નત ચિત્ય કરાવ્યું.
હવે શ્રી કણે રાજાનો વંશજ, શત્રુરૂપ હસ્તીઓમાં સિંહ સમાન અને ગર્વના એક પર્વતરૂપ નરસિંહ નામે ડાહલ રાજા વિષ્ણુની જેમ વિશળદેવ રાજાની આજ્ઞા માન નહોતું એટલું જ નહીં, પણ તે દુમતિ ચૌલુક્ય રાજાની સેવા કરનારા અન્ય રાજાઓને પણ ભેદ પડાવવારૂપ દુબુદ્ધિ આપતું હતું, એટલે હિતૈષી એવા વસ્તુપાલ મંત્રીએ પોતાના સેવક દ્વારા લેખ મોકલીને તેને સામવચનથી શિખામણ આપી કે-“ન્યાય અને ધર્મના આધારરૂપ એવા હે રાજન્ ! પિતાના શ્રેયને માટે તારે ગૌર્જરપતિની આજ્ઞા શિરસાવંધ કરવી અને તરતમાં જ કંઈક ઉત્તમ ભેટ મોકલવી. તેમજ અન્ય રાજાઓને તારે ભેદની દુર્મતિ ન આપવી; નહીં તે તું સામ્રાજ્યસંપત્તિથી ભ્રષ્ટ થઈશ, કારણ કે મહાપુરુષ સાથે સ્પર્ધા કરવાથી મહા અનર્થ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણેને લેખ વાંચીને સમૃદ્ધ એ ડાહલેશ્વર અત્યંત ક્રોધાયમાન થયા અને ઘેર રણવાદ્યોના નાદથી દિગ્ગજોને પણ ભય પમાડતે અને પિતાની મોટી સેનાથી કુળપતેને પણ કંપાવતે મોટું રિન્ય લઈને સત્વર ગૌર્જર દેશ પર ચડી આવ્યા એટલે ભયંકર યમ સમાન તેને પિતાના દેશના સીમાડા પર આવેલ જાણીને વિશળદેવે વ્યાકુળ થઈને મંત્રીશ્વરને