________________
૪૪૩
અષ્ટમ પ્રસ્તાવ
આથી તેને વારવાના અન્ય ઉપાય ન જડતાં પેાતાના જમાઈ છતાં વીરકુંજર વીરમને વિશ્વાસ પમાડીને તેણે મારી નખાબ્યા, એટલે વિશલદેવનુ રાજ્ય પૃથ્વી પર નિષ્ક ટક અને સમસ્ત પ્રજા, અમાત્ય અને રાજાઓને આનંદ આપનાર થઈ પડ્યું. મંત્રીરાજના પ્રતાપે અનેક રાજાઓને જીતનાર તથા સૂર્ય સમાન તેજસ્વી એવા વીશળદેવથી સ` રાજાએ મદ્યોતની જેમ પ્રભારહિત થઈ ગયા અને રત્ન, અશ્વો તથા ગજાદિક ભેટ કરીને પ્રજાને પાળનાર એવા તે રાજાની પાસે આવીને નમ્યા, એટલે ગુરુ અને શુક્રની જેમ નિરંતર પાસે રહેલા તે અને મત્રીશ્વરાને લીધે વિશાળદેવ રાજા દિવસે દિવસે અત્યંત પ્રભાના પ્રકને પામવા લાગ્યા.
હવે સુકૃતી એવા વીશળદેવ રાજાએ અનેક ધમ - સ્થાનાથી મનેાહર અને ફરતાં ખાર ગામથી અભિરામ એવુ. પાતાના નામનું એક નવીન નગર વસાવીને ધર્મિષ્ઠ બ્રાહ્મણાને તે નિવાસ નિમિત્તે આપ્યું, એટલે સત્ય, શૌચ અને યાનિષ્ઠ, વિશિષ્ટાચારમાં તત્પર, આજ્ઞાથી વેદપાઠથી પવિત્ર, નિર ંતર ષટૂંકમાં તત્પર, રાજાની જ્યારે જોઈએ ત્યારે સ્થાન, વસ્ત્રો અને ભાજન મળવાથી પરિગ્રહ રહિત એવા બ્રાહ્મણેા ત્યાં નિશ્ચિત થઈને રહેવા લાગ્યા. પછી રાજાના આદેશથી તેજપાલ મંત્રીએ વીરધવલ રાજાના સુકૃત નિમિત્તે જગતના સૌ ને જીતનાર અને ગજ, અશ્વ તથા મનુષ્યાની ઉદાર રચનાથી વિરાજિત એવું