________________
૪૪૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અધિક પૌરુષના તેજથી સેનાની આગળ ચાલતા તેજપાલ વગેરે બહાદુર વીરોથી ચારે બાજુ પરિવૃત્ત એ સાહસિક મંત્રી વીરમની સામે ચાલ્યા. બંને સે એકત્ર થતાં પરસ્પર દેવતાઓને પણ પ્રલયકાળના પ્રારંભની બ્રાંતિ કરાવે તેવું અસાધારણ યુદ્ધ થયું. એ અવસરે વ્યાધિઓને ધવંતરી વૈદ્ય ત્રાસ પમાડે તેમ વરવારોમાં અગ્રેસર એવા મંત્રીશ્વરે પ્રાણહારક બાણોથી શત્રુઓને ક્ષણવારમાં ત્રાસ પમાડવો, અને વીરમના પરમ સહાયક એવા તેના મામાને કૃપાળુ છતાં તેજપાલે ઘાયલ કર્યો; એટલે બુધથી ચંદ્રમાની જેમ મંત્રીને લીધે રાજાને દુર્જય સમજીને રાહુની જેમ ક્રરકમ એવા વીરમે નિર્બળ થઈ, રણભૂમિનો ત્યાગ કરી, કેટલાક રાજાઓને સાથે લઈને જાવાલિ દુર્ગમાં આવી પિતાના સસરાનું શરણ લીધું. ત્યાં ચાહુમાન કુળમાં સૂર્ય સમાન એવા ઉદયસિંહ રાજાએ તેને પિતાને જમાઈ સમજી કેટલાંક ગામ આપવા સાથે સ્થાન પણ આપ્યું; એટલે તેના બળથી ત્યાં રહેલ દુરાત્મા વીરમ ધાડ પાડીને ચૌલુક્ય રાજાના દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યો, અને ગિનીપુરથી આવતાં માર્ગમાં વણિજનોના સાર્થને નિરંતર દુષ્ટ જનોથી ઉત્સાહિત થઈ લુંટવા લાગ્યું. તેના ભયથી ચૌલુક્ય રાજાની સર્વ પ્રજા કોઈ પણ ગામ કે નગરમાં સ્વસ્થતા પામી શકી નહી.
પછી મંત્રીએ પોતાના ચરપુરુષને હાથે લેખ મોકલીને તેના શ્વશુર રાજાને તેની દુષ્ટતા નિવેદન કરી.