________________
४४०
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુભટ બેસારી દીધા, અને અઢારસે સુભટો સહિત બળિષ્ઠ એવો તે પોતે ગુપ્ત બખ્તર ધારણ કરીને સાવધાનપણે રહ્યો, તથા યમરાજ સમાન દુઃસહ એ તેજપાલ રાજ્યમંદિરનું મુખ્ય દ્વાર રેકીને રહ્યો; એટલે ફાળથી ભ્રષ્ટ થયેલા વ્યાઘની જેમ પિતાની ધારણું પાર પાડવાને અસમર્થ એવો વોરમ વિલક્ષ થઈને સ્વસ્થાને પાછા ચાલ્યા ગયા.
શ્રી વરધવલ રાજા સ્વર્ગસ્થ થતાં સમસ્ત ભૂમિમંડળ શેકાક્રાંત થઈ ગયું. ક્ષમાધાર (રાજા)ના વિયેગથી પ્રજાના દરેક ઘરે નેત્રોને અંધ બનાવી દે તે અંધકાર પ્રસરી રહ્યો. અંતઃપુરની અધારાથી સામંત અને મંત્રીઓ સાથે નિરાધાર એવું આ ધરણીતળ સર્વતઃ આદ્ર બની ગયું. તે વખતે તે રાજધાની સમસ્ત લોકેના શોકની એક રાજધાનીરૂપ થઈ પડી. અહો ! ભવનાટકને ધિક્કાર થાઓ.
તે વખતે સ્વામી ધર્મને સત્ય બતાવવામાં તત્પર એવા અનેક સેવકે તે રાજાની સાથે ચિતામાં પડવાને તૈયાર થયા.
જગતમાં હવે પિતાને દુઃખનો પાર ન રહ્યો” એમ ધારીને રાણીઓ પણ અગ્નિમાં પ્રવેશ કરવાને તત્પર થઈ અને શેકને વશ થયેલ મંત્રીશ્વર પણ કાષ્ઠભક્ષણ (ચિતા પ્રવેશ) કરવા તૈયાર થયે. એ અવસરે રાજમાન્ય અને હિતૈષી એવા વૃદ્ધ પુરુષોએ મંત્રીને વારી રાખ્યું. તે વખતે શેકાવેગની વ્યથામાં મન એવા મંત્રીનો જાણે ઉદ્ધાર કરવા ધારતા હોય તેમ સેમેશ્વર રાજગુરુએ કહ્યું કે-“હે મંત્રિનું !