________________
४३८
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ઠેષ ધરવા લાગ્યા. તે વૃત્તાંત કોઈ ઉત્તમ સેવકના મુખથી જાણવામાં આવતાં ન્યાયવંતમાં અગ્રેસર એવો રાજા પોતાના અંતરમાં વિચારવા લાગ્યા કે “દાન, ભેગ, આધિ કે વિગ્રહથી રાજલક્ષ્મીને ક્ષય થતું નથી, પણ પ્રજાને સતાવવાથી તેને ક્ષય થાય છે.” કહ્યું છે કે- દુબળ, અનાથ, બાળ, વૃદ્ધ, તપસ્વી તથા અન્યાયથી પરાભૂત – એ સને રાજાનો જ આશ્રય હેય છે. પછી તે પુત્રને બોલાવી આંતરનેહને દૂર કરીને હૃદયમાં કોધાયમાન થયેલા રાજાએ તેને અત્યંત કઠેર શબ્દોમાં કહ્યું કે–
અરે દુષ્ટ ! દુરાચારી! સદાચારી જનોને સતાવનાર ! દુમેતે ! અમારા ન્યાયમાર્ગનું તને ભાન પણ નથી. આ ન્યાયવંત વણિજને રાજ્યના સારરૂપ ગણાય છે એટલું જ નહીં, પણ જગતમાં રાજભવનના તે જગમ ભંડારરૂપ મનાય છે. કહ્યું છે કે-“રાજાઓના સ્થાવર અને જગમ એમ બે પ્રકારના ભંડાર હોય છે. તેમાં જગમ ભંડાર વણિજને અને સ્થાવર ભંડાર તે ધનસંચય જાણ. જેના રાજ્યમાં વણિજને વિવિધ કરને આપનારા હોય તે રાજા કે શહીન હોય તે પણ સદા નિશ્ચિત અને સુખી રહે છે. કહ્યું છે કે-વણિજનો વ્યવસાય કરે, ક્ષત્રિય સંગ્રામ કરે, કારીગરો કર્મનિર્વાહ કરે અને યાચક યાચના કરે.” હું રાજા વિદ્યમાન છતાં એમને કેણ પરાભવ કરી શકે તેમ છે ? અત્યારે જે બીજે કઈ પુરુષ હેત તે હું તેને હસ્તરછેદ જ કરત, પણ ન્યાય અને ધર્મયુક્ત એવા વણિકને નિર્દય રીતે