________________
અષ્ટમ પ્રસ્તાવ -
૪૩૯
મારનાર એ તું મારે પુત્ર ઠર્યો, એટલે તને હું વધારે શું કરી શકું? છતાં હવે કદાપિ તારે મારી દષ્ટિએ ન આવવું અને આ રાજધાની મૂકીને બીજે ક્યાંક ચાલ્યા જવું.”
આ પ્રમાણેના રાજાના અપમાનથી અત્યંત દુભાયેલો એવો તે વીરમાની વીરમ તરત ત્યાંથી નીકળીને નગરની બહાર ચાલ્યા ગયે; અને એક સારા સ્થાને ગુણલક્ષ્મીથી અભિરામ તથા સરોવર, કૃપ, વાવ અને ઉદ્યાનથી મંડિત એવું વીરમગામ નામનું ગામ વસાવીને બંને મંત્રીઓ પર દ્વષ ધરતો કેટલાક રાજાઓથી પરિવૃત્ત થઈને રહ્યો, અને તે દુરાશય ત્યાં જ રાજ્યસ્થિતિ ચલાવવા લાગ્યા. કંસની જેમ તે પોતાના તાતને પણ અત્યંત સંતાપકારક થઈ પડ્યો. ખરેખર! એવા કુપુત્રે કુળને ધ્વસ કરનારા જ હોય છે. શ્રી રામની જેવો ન્યાયનિષ્ઠ, શિષ્ટજનેને પ્રિય, પિતૃભક્તિમાં તત્પર, સત્પક્ષના ઉદયયુક્ત, સુજ્ઞ અને સર્વને સંતોષ આપનાર એ વીસલ રાજ્યને યેગ્ય હોવાથી મંત્રીના માનસમાં રાજહંસની જેમ લીલા કરતો હતે.
હવે મેઘની જેમ વસુધારાની નિરંતર વૃષ્ટિ કરતાં અને સમસ્ત અથ જનેને આનંદ પમાડીને વસુધાનું પાલન કરતાં નિર્મળ ગુણયુક્ત એવા શ્રી વીરધવલ રાજા અકસ્માત કંઈ ગાકાત થયો અને અનુક્રમે મરણ પામ્યા. તે અવસરે રાજ્યપ્રાપ્તિ નિમિત્ત વીરમ પિતાના સિન્ય સહિત મોટા ભાઈને મળવાને ત્યાં આવ્યો, એટલે તેને દુષ્ટાભિપ્રાય જાણીને મંત્રીશ્વરે ગજ, અશ્વ અને ધનભંડાર પર પિતાના