________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૪૧
રાજ્યધુરાને ધારણ કરનારા તથા જગતમાં એક ધારાધર સમાન એવા આપ વિદ્યમાન હોવાથી ચૌલુક્ય રાજા વિદ્યમાન જ છે. હે મહામત ! તમે પૃથ્વીનું પાલન કરનાર હોવાથી ગૌર્જરપતિની રાજ્યલક્ષમી નિર્નાથ છતાં સનાથ છે, પણ જે તમારો અભાવ થશે તે દુર્જન અને દુષ્ટોના સર્વે મને રથ અવશ્ય પૂર્ણ જ થશે.” એટલે મતિમાન એ તે મંત્રીશ્વર મૃત્યુસાહસથી વિરામ પામ્ય અને શેકાત્ત થઈને સભા સમક્ષ ગદગદિત ગિરાથી બેલ્યો કે-“અહો ! બીજી ઋતુઓ તો અનુક્રમે આવજાવ કર્યા કરે છે, પણ વીરધવલ વીર વિના નેત્રયુગલમાં વર્ષા અને હૃદયમાં ઉષ્ણ એ બે ઋતુ તે અહીં સદાને માટે કાયમ રહી છે. પછી મંત્રી, સામતે અને રાજાઓ સર્વે નિરાશ થઈ યથોચિત કૃત્ય કરીને પોતપોતાના સ્થાને આવ્યા, અને પ્રત્યકૃત્ય કરતાં વિશલદેવ રાજા પાસે સુજ્ઞ શિરોમણિ વસ્તુપાલ મહામંત્રીએ વરધવલ રાજાના સુકૃત નિમિત્તે એક કટિ સુવર્ણને ધર્મમાગે વ્યય કરાવ્યું.
ત્યાર પછી સુજ્ઞ એવા મંત્રીશ્વરે પ્રૌઢ મહોત્સવપૂર્વક અષ્ટમીના ચંદ્ર સમાન વિશલના વિશાળ લલાટ પર તિલક કરીને રાજમાન્ય પુરુષો તથા સામંતને પ્રિય વિશ્વવત્સલ એવા તેને સેમેશ્વર રાજગુરુ પાસે શાંતિમંગળ કરાવવાપૂર્વક રાજ્યસન પર બેસાર્યો. પછી રાજ્યનાં સાતે અંગેની ચારે બાજુ સંભાળ કરીને પિતાના સદ્દવૃત્તથી સુશોભિત એવા તે રાજાને સાથે લઈ સર્વાગાસજજ ચતુરંગ સેના સહિત