________________
૪૫ર શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શંખેશ્વર તીર્થમાં શ્રી પાશ્વનાથને વંદન કરવા ગયા. ત્યાં અઠ્ઠાઈમહત્સવ કરી, માર્ગમાં અનેક તીર્થોને નમસ્કાર કરીને તે પિતાને ઘરે આવ્યા.
એકદા કંઈક જવરથી પીડિત થતાં વસ્તુપાલ મંત્રીએ પુત્ર પૌત્ર સહિત તેજપાલ બંધુને તથા પોતાના પુત્ર જૈત્રસિંહને એકાંતમાં બેલાવીને કહ્યું કે “હે વત્સ! (૧૨૮૯)ના ભાદ્રપદની દશમીના દિવસે પિતાના પ્રાંતસમયે ત્રિકાલજ્ઞ મુનિઓમાં અગ્રેસર એવા મલ્લગછના શ્રી નરચંદ્ર ગુરુએ મને એકાંતમાં બોલાવીને કહ્યું હતું કે-“હે મહામંત્રિનું ! જિનમતમાં સૂર્ય સમાન એવા તમારો ૧૨૯૮ના વર્ષમાં સ્વર્ગવાસ થશે.” આ તેમનું કથન કદાપિ અન્યથા થનાર નથી, માટે હવે હું સર્વ પાપથી મુક્ત થવા સર્વ તીર્થોમાં ચિંતામણિ સમાન શ્રી શત્રુંજય તીર્થ પર જવા ઈચ્છું છું. હવે ભવરેગને ભેદવા માટે યુગાદિગુરુ તે વૈદ્ય, તેમનું પ્રણિધાન તે રસાયન (ઔષધ) અને સર્વ પ્રાણીઓની દયારૂપ પથ્ય મને પ્રાપ્ત થાઓ. મેં લક્ષ્મી પ્રાપ્ત કરી, સુખ ભેગવ્યું, પુત્રનું મુખ જોયું અને જૈનદર્શનની સેવા બજાવી, માટે હવે મને મરણનો કિંચિત્ પણ ભય નથી, કારણ કે-“મનુષ્યજન્મ પામીને જેમણે તીર્થગમન ન કર્યું, સાધુઓની સેવા ન કરી, ચૈત્યને ઉદ્ધાર ન કર્યો, જિનમૂર્તિઓની પ્રતિષ્ઠા ન કરી અને સુપાત્રમાં અન્નપાનાદિકનું દાન ન આપ્યું-ખરેખર તે પુરુષે દરિદ્ર થઈને નિરંતર દુખિત થાય છે.” આ પ્રમાણેનું વસ્તુપાલનું કથન સત્ય