________________
૪૫૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દુષ્ટ જનેથી પ્રયત્નપૂર્વક બરાબર સંરક્ષણ કરવું, કારણ કે એઓ જગતના આધારરૂપ ધર્મધુરાને ધારણ કરનારા છે. વનરાજથી માંડીને ગુર્જરભૂમિનું આ રાજ્ય જૈન મંત્રીશ્રી સ્થાપિત થયેલું છે, તેમાં ધર્મષીનું કદી પણ શ્રેય થયું નથી.” વસ્તુપાળનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને વિનય દર્શાવતાં નાગડ મંત્રીએ કહ્યું કે-જેન યતિઓનું હું યથાશક્તિ ગૌરવ કરીશ, માટે તમારે તે સંબંધી કઈ પણ ચિંતા કરવી નહીં; તમે તમારા સત્કાર્યમાં તત્પર રહીં સદા કુશળતાપૂર્વક કાર્ય સાધીને પુનઃ અહીં વહેલા પધારજો. વળી રસ્તામાં તમને કંઈ પણ વિદન ન આવો, તમારું કલ્યાણ થાઓ અને અવસરે પાછા અહીં પધારે. ત્યાં પણ અમને કઈવાર યાદ કરજે.” આ પ્રમાણેના તેનાં વચનથી પ્રસન્ન થઈને મંત્રી પિતાને ઘરે આવ્યા, અને પછી બધી સામગ્રી સાથે તે શત્રુંજય તરફ યાત્રા કરવા ચાલ્યા.
પાલખીમાં આરૂઢ થઈને સમાધિપૂર્વક પ્રયાણ કરતાં તેઓ અલ્કાપાલિક નામના ગામે આવ્યા. ત્યાં મંત્રીશ્વરને વધારે અસમાધિ જેવું જણાયું, એટલે સમસ્ત સંઘ તથા બ્રહ્મવ્રતધારી આચાર્ય મહારાજને બોલાવીને સુજ્ઞ એવા મંત્રીએ સાવધાન મનથી યથાર્થ આરાધના કરી અને સાતે ક્ષેત્રોમાં સાત લક્ષ સુવર્ણનો વ્યય કરતાં અને વિધિપૂર્વક સર્વ ધર્મકર્મ આચરતાં તથા સર્વ આચાર્યોનાં હિતકારી
* આ ગામ શત્રુંજયની નજીક જણાય છે.