________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૪૫
કહ્યું કે-“હે મહામંત્રિન્ ! સંગ્રામસિહ વગેરે રાજાએથી અધિક પ્રેરાઈને રાહુ જે ક્રૂર તે શત્રુ નજીક આવી પહોંચ્યું છે, માટે હવે શું કરવું? તે કહે.” તે સાંભળીને વીરકેશરી એવા મંત્રીએ સ્મિતપૂર્વક તેને કહ્યું કે-“હે રાજેદ્ર! ભય પામવાનું કંઈ કારણ નથી, એ શુદ્ર શત્રુઓ કેણ માત્ર છે? આપનું પ્રબળ પુણ્ય અદ્યાપિ જયવંતુ વતે છે.” પછી રાજાના અને વસ્તુપાલના આદેશથી મહા તેજસ્વી એ તેજપાલ અનેક રાજાઓ સહિત તેની સામે ગયે. અને ડાહલ રાજાની સાથે સમરત દે અને નાગકુમારોને ભયભ્રાંત બનાવી દે તેવું યુદ્ધ કરવાની તેણે તૈયારી કરી. અત્યંત તાડન કરવામાં આવેલાં રણવાદ્યોને રૌદ્ર મહાનાદ આકાશ અને પૃથ્વીમાં ચારે બાજુ પ્રસરી ગયે. તે વખતે સ્વામીભકત એવા વીર નરો તથા અન્ય જને પણ પરસ્પર એક બીજાને બેલાવવાપૂર્વક યુદ્ધ કરવા તત્પર થયા. એ અવસરે તેજપાલ મંત્રીએ છોડેલાં બાણુરૂપ પ્રસરતા દુદિનથી સૂર્યની જેમ ડાહલ રાજા તરત જ નિસ્તેજ બની ગયે; એટલે ભયબ્રાંત થયેલા તેણે પોતાની મંત્રીના કહેવાથી મંત્રી રાજ તેજપાલને તરતજ લક્ષ સુવર્ણની ભેટ કરી. એ જયલક્ષ્મીને પ્રાપ્ત કરીને તેજપાલ મંત્રી ધ્વજાઓથી શણગારેલ ધરલક્કપુરમાં આવ્યો, એટલે શ્રીમાન્ વિશળદેવે પિતે તેને આલિંગન કરીને સત્પથને પાળનાર એવા તેજપાલને પિતાની જેમ ગૌરવપૂર્વક સત્કાર કર્યો, અને લાવેલું બધું સુવર્ણ પ્રીતિપૂર્વક તેને આપીને રાજ