________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૧ વસ્તુઓથી પૂર્ણ એવી દુકાનોની શ્રેણી કરાવી. પછી પુણ્યપ્રભાયુક્ત એવા તેજપાલે ગગનચુંબી એવા એ ગિરિના શિખર પર તમામ સામાન તાકીદે અણુવ્યું. પછી યુક્તિમાન એવા તેણે વિમળ મંત્રીના હૈત્ય પર મિથ્યાષ્ટિના કરની સ્થિતિ જાણીને શૈવ મુનિઓને વાંછિતાર્થ આપી, તેમને સંતુષ્ટ કરી, ક્ષેત્રદેવતા એવી શ્રીમાતાને વિપુલ ભેગેથી આનંદ પમાડી, શક્તિ અને યુક્તિપૂર્વક સમસ્ત પૂજારીઓને પણ પ્રસન્ન કરી, સુમુહુ બલિપૂર્વક નીચે કૂર્મચક સ્થાપી પ્રાસાદને યેગ્ય અને દૃઢ એવી ભૂમિપીઠ તેણે બંધાવી.
પછી શેભન પ્રમુખ પાંચસે કારીગરોને યથાગ્ય યુક્તિથી સંતુષ્ટ કરી તેમને કામ ભળાવીને મંત્રી પુનઃ ચંદ્રાવતીમાં ચપક શેઠને ઘરે આવ્યા. ત્યાં પોતાના કાર્યાર્થે વિનયપૂર્વક તેણે શ્રેષ્ઠીને સ્નેહભાવથી કહ્યું કે “અમારે અબુન્દગિરિ પર ત્ય કરાવવું છે, અને તમે સુશ્રાવકોમાં શિરોમણિ સમાન અહીંના નગરશેઠ છે, માટે જે તમે મહેનત લઈને સંભાળ રાખવાનું કબુલ કરે તો અમે નિશ્ચિત થઈને સ્વસ્થાને જઈએ.” એટલે દાક્ષિણ્યયુક્ત એવા તેણે મંત્રીનું વચન સ્વીકાર્યું, કારણ કે “તેવા પ્રતાપી પુરુષના વચનને કણ અનાદર કરી શકે ?” પછી અબ્દગિરિ પર કામ કરનારા સર્વ કારીગરોની દેખરેખ રાખવા પોતાના શાળા ઉદાક નામના શ્રાવકને નીમીને ધીમાન એવા તેજપાલ મંત્રીએ રીયકૃત્યાદિ સમસ્ત વૃત્તાંત ધવલક્કપુર આવી પોતાના વડીલ બંધુને નિવેદન કર્યો. એટલે તે ચૈત્ય