________________
૪૩૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આવીને એક બાજુ બેઠેલા શ્રાવકને, પુણ્યદેવતાની જેમ બેઠેલી સુવ્રતધારી શ્રાવિકાઓને, એક તરફ ઊભેલા યતિઓ અને યતિનીઓને તથા યથેચછ મનેઝ ભજન કરતા દિગંબરોને ચોતરફ જવા લાગ્યા. એવામાં ભેજન લેવાને (વહોરવાને) માટે આવેલા અનેક સાધુજનોની સંભાળ લેવામાં તત્પર એવી અનુપમા દેવીએ કેઈક યતિને ઉતાવળથી ઘત વહેરાવ્યું, એટલે પાત્ર ભરાઈ જતાં ચારે બાજુથી ધૃતબિંદુ ભૂમિ ઉપર પડ્યાં. તે વખતે “આ પાત્ર નીચ જનેના ઉપહાસ નિમિત્તે થશે” એમ ધારીને અનુપમા દેવી પિતાના પહેરેલા રેશમી વસ્ત્રથી તે પાત્ર સાફ કરવા લાગી, એટલે સાધુએ કહ્યું કે-“હે મહાશયે ! દેવદૂષ્ય સમાન આ તારું રેશમી વસ્ત્ર વ્રતની ચીકાશથી બગડી જશે, માટે મેલું વસ્ત્ર લઈને એ પાત્ર સાફ કર; કારણ કે હે વિશુદ્ધ ધર્મજ્ઞ ! લેકમાં ઉચિત કિયા જશેભે છે.” એટલે અનુપમા દેવી બેલી કે “હે તપેધન ! તમે એમ ન બેલો. કારણ કે અમે તે ચૌલુક્ય રાજાના સેવક છીએ, તેથી આ વસ્ત્રામાં જે લાગે તે જ અમારું અને બાકી સર્વ પુણ્ય તે અમારા સ્વામીનું છે. વળી કદાચ કમેગે જે કોઈ કંઈને ત્યાં મારો જન્મ થયો હોત, તે મારું વસ્ત્ર દરરોજ સામાન્ય જનનાં ભાજને સાફ કરતાં ચીકાશથી મલિન જ રહેત; અથવા કૂતરીની જેમ પરનું ઉચ્છિષ્ટ અન્ન ખાનારી હું રાંકડી થઈ હોત, તે મારી શી દશા થાત? આ તે શ્રી વરધવલસ્વામિના પ્રસાદથી અમારા ઘરને આંગણે પપકાર નિમિત્તે આટલે લક્ષ્મીને વ્યય થાય છે અને