________________
૪૩૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર રાજાને પ્રસન્ન કર્યો. એટલે પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કેગૃહસ્થ જનેમાં તમે જ ધન્ય અને અગ્રગણ્ય છે, કે જેમના ઘરે ગૃહશૃંગારના માણિક્યરૂપ અને કલ્પલતા સમાન સર્વ અભષ્ટાર્થને સાધનારી આ અનુપમા દેવીને નિવાસ છે. એના સુવાકયરૂપ અમૃતના આસ્વાદથી મારું ચિત્ત અત્યંત શીતળ થયું છે અને પિશુનના કહેવા પરથી ઉત્પન્ન થયેલ કપનો તાપ તદ્દન શાંત થઈ ગયું છે.” પછી હેમાચળ જેવા ઉન્નત સુવર્ણ–સિંહાસન પર રાજાને બેસારીને મંત્રીએ ઘરે આવવાનું પ્રયોજન પૂછ્યું. એટલે તેણે પિતાનું યથાસ્થિત સ્વરૂપ તેમને કહી બતાવ્યું. પછી અનુપમ ભક્તિ દર્શાવતાં મંત્રીએ તેને પ્રેમપૂર્વક રત્નાવલી હાર સાથે પંચરત્ન નામે અશ્વરત્ન ભેટ કરીને પ્રસન્ન કર્યો.
એક દિવસે સામતોથી પરિવૃત્ત અને રાજસભામાં સિંહાસન પર બિરાજમાન એવા રાજાએ હસતાં હસતાં વસ્તુપાલને કહ્યું કે-“હે મંત્રિન્ ! મારા કરતાં પણ તમે નિરંતર ધનને વ્યય વધારે કેમ કરે છે ? કહ્યું છે કે “સર્વ બળ કરતાં સંપત્તિનું બળ અધિક છે, કે જેના અભાવે ગૃહસ્થ સમર્થ છતાં પણ લોકોમાં તૃણ સમાન ગણાય છે. અને જેના ઘરે સંપત્તિ હોય તે નિર્ગુણ છતાં પણ ગુણવંત જનેમાં અગ્રેસર ગણાય છે. વળી કહ્યું છે કે હે લમી માતા ! તારા પ્રસાદથી આલસ્ય સ્થિરતામાં, ચાપલ્ય ઉદ્યોગીપણુમાં, મૂક મિત ભાષણમાં, મૂર્ખાઈ આર્જવમાં અને પાત્રાપાત્રને અવિવેક ઉદારતામાં ખપે છે – એમ દે પણ