________________
૪૧૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર નિમિત્ત સેંકડો અરિષ્ટને દૂર કરનાર એવું કષપટ્ટપાષાણનું એક શ્રીઅરિષ્ટનેમિનું મોટું બિંબ કરાવી, સુલને મહોત્સવપૂર્વક પિતાના ગુરુ પાસે તેની પ્રતિષ્ઠા કરાવીને તેણે પિતાના અનુજ બંધુ સાથે તે અબુંગિરિ પર મોકલાવ્યું.
ત્યાં જઈને જોતાં ઘણા દિવસોએ શ્રીનેમિનાથના સૌને માત્ર એક ગર્ભમંડપ તૈયાર થયેલ જોઈને તેજપાલે ઉદાને કહ્યું કે-હે મહાભાગ! અત્યાર સુધીમાં આટલું જ કામ કેમ થયું ?” એટલે તેણે ખેદ સહિત નિવેદન કર્યું કે હે દેવ! આ સૂત્રધારોને હું વારંવાર પ્રેરણા કરું છું, છતાં તેઓ થોડા વખતમાં શ્રમિત થઈ જઈને કામમાં ક્યારે પણ ત્વરા કરતા નથી. વળી વારંવાર હઠ કરી પહેલાંથી જ બહુ દ્રશ્ન લઈને તેને વિનાશ કરે છે, તેથી કામ ઓછું થયું છે. આ રીતે કર્ણકટુ એવું તેનું કથન સાંભળીને મંત્રી બોલ્યા કે “શું એ દ્રશ્ન બધા સડી ગયા, બગડી ગયા, કે જેથી “એ બધા વિનાશ પામ્યા” એમ હે ભદ્ર ! તું પિતે ચતુર થઈને મને મોટા સાદે સંભળાવે છે. ત્યકૃત્યના અધિકારી જનેના ઉપકારનિમિત્તે ખરચવામાં આવતા એ દ્રમ્મ ખરેખર અક્ષણ નિધાનપણને પામે છે, માટે એ સૂત્રધારોને યથારુચિ દ્રશ્ન આપવા. ધર્મકાર્યમાં વિવેકી જનોએ ઉદારતાજ વાપરવી. જે કુબુદ્ધિજને ધર્મકાર્યમાં પણ કૃપતા વાપરે છે તેમને પ્રાપ્ત થયેલ બહુ ધન ભેગનિમિત્તે પણ કામ આવતું નથી. કહ્યું છે કેનેહદશા (તૈલ) અને ગુણ (વાટ)ને ક્ષય કરીને દીપલેખાની