________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૨૧
આગળ કરવામાં આવતાં તે સંખ્યાવંત(સંખ્યાને વધારનારા) શાથી ગણાય છે ? તે સમજાતું નથી. હે યશવીર! તારું નામ થાવરચંદ્ર વિધાતા લખ્યા કરે, છતાં તેમાંના બે આદ્ય અક્ષર ત્રણ ભુવનમાં સમાઈ શકે તેમ નથી. હે યશવીર ! સપુરુષે ચારે બાજુ તારુ યશગાન કર્યા કરે છે, તેથી હું ધારું છું કે-હે જગત્સજજન ! તું લજિજત થઈને ઘરના ખુણામાં જ છુપાઈ રહ્યો છે. તારા મુખચન્દ્રની જ્યોતિથી મુખમાં સરસ્વતી અને આંગળીમાં રહેલી સુવર્ણમુદ્રાથી તારા હાથમાં લક્ષ્મી રહેલી છે–એમ સજજનેને સાક્ષાત જણાવી આપે છે.”
આ પ્રમાણે સાંભળીને યશવીર બે કે-“હે દાક્ષિણ્યના એક નિધાન! કર્ણ પરંપરાથી આવેલી આપની કલ્યાણકીર્તિ સાંભળતાં પ્રસન્ન થયેલા જે અમે તેનું મન તે હવે તમારું દર્શન કરવાને ઉત્કંઠિત નથી, પણ કૃતિ (કર્ણ) પર વિશ્વાસ નહીં રાખનારી, સાશંક હૃદયવાળી અને દર્શનથી જ વિશ્વાસ પામનારી એવી કેવળ અમારી આ દષ્ટિ જ તેને માટે ઉત્કંઠિત છે.” એટલે તેજપાલ બેલ્ય કે-“શ્રીમાન નેમિચેત્યના મહોત્સવથી ઉલ્લસિત એવા આ પ્રતિષ્ઠા સમયે ત્રિવિદ્યામાં બૃહસ્પતિ સમાન તથા અનેક નિર્મળ ગુણયુક્ત એવા તમારે અમને સમાગમ થયો તેથી અમારો જન્મ સફળ થયે, કૃતયુગની રીતિ પ્રમાણે બધી ક્રિયાઓ કરવામાં આવી, અમારી લક્ષમી સફળ થઈ અને અમારું કુળ સપુરુષોને પણ સ્લાધ્ય થયું.” આ પ્રમાણે
નિમ
સફળ
મારી લક્ષમી આ પ્રમાણે