________________
૪૨૨
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ધર્મરાજ સમાન લક્ષમીયુક્ત અને વિશ્વને આનંદ પમાડનાર સંપત્તિવાળા એ ત્રણે મંત્રીઓની વચ્ચે વિસ્તૃત રસયુક્ત વાર્તાલાપ ચાલ્ય.
પછી વસ્તુપાલ મંત્રીએ યશવીર મંત્રીને પ્રાસાદના ગુણ-દેષાદિનું સ્વરૂપ પૂછયું. એટલે તેણે ત્યાં પાનની લઘુતા અને પૃષ્ઠ ભાગમાં પૂર્વજોનું સ્થાપન-ઈત્યાદિ દૂષણે કહી બતાવ્યાં અને તેનું ફળ પણ સૂચવ્યું. પરંતુ તેથી ભવિતવ્યતા દુર્તવ્ય છે એમ સિદ્ધ થયું. પછી મંત્રીએ ત્યાં સર્વ રાજાઓની સમક્ષ ત્યપૂજાદિના ખર્ચને માટે યોગ્ય વ્યવસ્થા કરી. સંવત્ (૧૨૮૪)માં ફાગણ માસમાં શ્રીનેમિચૈત્યની મંત્રીએ પ્રતિષ્ઠા કરી. તે વખતે પરમારવશી સેમસિંહ રાજાએ શ્રીનેમિ પ્રભુની પૂજા નિમિત્તે દેવાડિકા (દેલવાડા) ગામ આપ્યું તથા શ્રી ચૌલુકય રાજાએ
ત્યપૂજાના અધિકારીઓની વૃત્તિનિમિત્તે ભંડપદ્ર નામનું ગામ આપ્યું.
અહીં આવી પ્રશસ્તિ લખાયેલી છે -“શ્રી તેજપાલ મંત્રીએ શંખ સમાન ઉજજવળ એવી શિલાઓથી સ્કુરાયમાન ચંદ્ર તથા કુંદપુષ્પ સમાન વિશાદ એ આગળના ભાગમાં ઊંચે મંડપ, પાશ્વ ભાગમાં બાવન જિનાલયે. અને સામે બલાનક છે એવું શ્રીનેમિ પ્રભુનું મંદિર કરાવ્યું. શ્રી અબુદાચલ પર તેજપાલ મંત્રીએ કરાવેલા શ્રીનેમિ યમાં શોભતાં તરણે, બેઠકના ઓટલા, વિચિત્ર કેરણી તથા ચંદ્ર સમાન વિશુદ્ધ પાષાણના વિવિધ મંડપની