________________
૪૨૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
શુદ્ધ અન્નપાનાદિકથી સાધુઓની ભક્તિ કરી. પછી અનુક્રમે તે બને મત્રીઓએ વીરધવલ વગેરે રાજાઓને દિવ્ય રત્નાદિના અલકારા યથાયુક્તિ ભેટ કર્યા. તેમજ યશાવીર વગેરે મંત્રીમંડળને દેવાને પણ દુર્લભ એવા ઉદાર તથા. મનેાહર વિપુલ શ`ગાર આપ્યા અને સર્વ શ્રાવકોને વિશેષ રીતે તથા અન્ય જનને પણ તેમની લાયકાત પ્રમાણે તેમણે પંચવણ નાં રેશમી વસ્ત્રા આપ્યાં. વીરશાસનમાં દાનવીર એવા તે બંનેએ પ્રાર્થિત (માં માંગ્યુ') દાન આપવાથી યાચકજનાના મનોરથ પૂર્ણ કર્યા. કહ્યુ` છે કે-અ ગિરિ પર શ્રીનેમિનાથના અદ્ભુત ચૈત્યમાં પ્રૌઢ પ્રતિષ્ઠા-મહાત્સવે કરીને પ્રભુની પાસે મંગલદીપ કરતાં સર્વ રાજાઓને વિસ્મય પમાડનાર એવા વસ્તુપાલે યાચકજનાને ખાવીશ લક્ષ દ્રવ્યનુ દાન કર્યું".
પછી તે ખ'ને મ`ત્રીઓએ પેાતે ભક્તિપૂર્વક વિશુદ્ધ. કબલ તથા વસ્ત્રાદિક આપીને મુનિઓને પ્રતિલાલ્યા. તે વખતે સુધા સમાન શ્રીનેમિનાથની ષ્ટિ સમક્ષ એકત્ર થયેલા, ત્રણે લેાકને શૈાભાકારી સૌભાગ્યસ'પત્તિને ધારણ કરનાર એવા વસ્તુપાલ, યશાવીર અને તેજપાલ એ ત્રણેએ સમસ્ત રાજાઓને આશ્ચર્યમગ્ન બનાવી દીધા. એવામાં યશાવીરના ચાતુર્ય ગુણુથી આનંદ પામેલા તથા સદ્દગુણુના ભંડારરૂપ વસ્તુપાલે યશાવીર મત્રીની આ પ્રમાણે સ્તુતિ કરી કે–“શ્રીયશાવીર નામમાં ખિ'દુએ ન હોવાથી તે (ખિ'દુઓ ) નિરર્થક જણાય છે, છતાં તે બિંદુઓને (અંકની)