________________
અષ્ટમ પ્રસ્તાવ
વિસર્જન કરી શ્રીપાટણમાં
ધવલ ૨૦
રચનાને જોઈને લોકે પિતાની દષ્ટિને સદાને માટે સફળ માનવા લાગ્યા.”
પછી સમસ્ત સંઘને ઉચિત ભક્તિ અને સત્કારપૂર્વક વિસર્જન કરી અને ગગનગામી અચલેશ્વરને વિવિધ ભેગથી પ્રસન્ન કરી તથા શ્રીપાટણમાં પંચાસરા પાર્શ્વનાથને વંદન કરીને વસ્તુપાળ મંત્રી વીરધવલ રાજાની સાથે ઉત્સવપૂર્વક પોતાને નગરે આવ્યા.
અબુદગિરિ પર તેજપાલ સહિત વસ્તુપાલે અચલેશ્વર વિભુનો મંડપ કરાવ્યું. વળી પિતાને ઉદ્ધાર કરવાને ઈરછતા એવા તેણે શ્રીમાતાના જીર્ણ મંદિરમાં જે કાંઈ પૂર્વે ન્યૂન હતું તે સર્વનો ઉદ્ધાર કર્યો. વળી વિમલ દંડપતિએ કરાવેલા જિનચૈત્યમાં તેણે મલદેવના શ્રેયનિમિત્તે શ્રીમલ્લિદેવનું બિંબ કરાવ્યું. પિતાના બંધુ લાવણ્યસિંહના પુણ્યનિમિત્તે શ્રીતેજપાલે કલાસ કરતાં નિર્મળ, મલયાચલ કરતાં સૌરભયુક્ત, હેમાદ્રિ કરતાં પણ ચારે બાજુ ઉન્નત અને હિમાલય કરતાં શીતલ એવું શ્રીમાનું નેમિનાથનું મંદિર કરાવ્યું. પૂર્વે વિમલ મંત્રીએ એ ગિરિ પર શ્રી આદિનાથનું મંદિર કરાવ્યું હતું અને આમણે તે આશ્ચર્ય પમાડે તેવું શ્રીનેમિનાથનું ચિત્ય કરાવ્યું. વળી અન્યૂન લક્ષમીયુક્ત એવા તેણે અહીં પ્રાન, અંબિકા, સાંબ અને અવલોકના–એ નામનાં ચાર શિખર રચાવ્યાં. વળી ચંડપ તેને પુત્ર ચંડપ્રસાદ, તેનો પુત્ર સેમ, તેને પુત્ર અશ્વરાજ અને તેના પુત્ર