________________
૪૨૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પ્રિૌઢ જિનબિંબ ભરાવવાથી અને પૂજામહોત્સવ વગેરે કરવાથી થાય, અને સમ્યગ્ર રીતે જિનાજ્ઞા પાળવાથી ભાવભક્તિ થાય. ભાવભક્તિ કરવાથી અંતમુહૂર્તમાં અવ્યય પદ પ્રાપ્ત થઈ શકે. કહ્યું છે કે-‘ઉત્કૃષ્ટ દ્રવ્યભક્તિથી પ્રાણી અયુત દેવલોક સુધી જઈ શકે છે અને ભાવભક્તિથી અંતમુહૂર્તમાં નિર્વાણપદને પામે છે.” વળી સામાન્યતઃ પુષ્પાદિ પાંચ પ્રકારે પણ ભક્તિ કહેવામાં આવેલ છે. તે ભક્તિ યથાર્થ કરવાથી ભવભીતિનું ભેદન કરે છે, માટે પ્રથમ સ્થાનકના આરાધનમાં યથાશક્તિ વિધિપૂર્વક જિનભકિત કરવી, કે જે બેધિસંપત્તિના બીજરૂપ છે; તથા તૃણાગ્નિ વગેરે ઉપમાના ભેદથી જિનભકિત આઠ પ્રકારે પણ કહેલી છે. તે ભેદ તરતમ યોગ વડે તત્ત્વબોધના કારણરૂપ પ્રકાશને લઈને પાડવામાં આવેલા છે. કહ્યું છે કે-તૃણ, ગોમય, કાષ્ઠ અને દીપકના અગ્નિ સમાન અને રત્ન, નક્ષત્ર, સૂર્ય અને ચન્દ્રમાની પ્રભા સમાન જિનભક્તિ અષ્ટ પ્રકારે છે અને તે અર્ધ પુદ્ગલપરાવર્ત સુધીમાં અથવા તદ્દભવે મોક્ષસુખને આપે છે. વળી રાજસી, તામસી અને સાત્વિકી–એમ જિનભકિત ત્રિધા કહેલી છે. તેમાં લકરંજન નિમિત્તે જિનપૂજા - કરવી તે રાજસી ભકિત, કષાયથી કલુષિત થયેલા મનથી કંઈક ફળની ઈચ્છા પૂર્વક જાપ પૂજાદિક-આચરવાં તે તામસી ભક્તિ અને દ્રવ્ય, ક્ષેત્ર કાળાદિની અપેક્ષા વિના માત્ર શુભ આશયથી ફળની આશંસારહિત ભક્તિ કરવી તે સાત્વિકી ભકિત કે જે મોક્ષને આપે છે. માટે સર્વથા શુદ્ધ ભાવથી ભાવિત થઈ રાત્રેત્સવ, મહાપૂજા, અને વજાપાદિ