________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૧૯
સારાં લક્ષણયુકત અને દિવ્ય અંગસંપત્તિવાળા એવા સુશ્રાવકે (નાત્રીયા) તૈયાર થયા. એટલે વિશ્વના ભૂષણરૂપ મંત્રીએ પોતે તેમના હસ્તકમળને રત્ન તથા સુવર્ણનાં કંકણથી વિભૂષિત કર્યા. મંગલકારી ઉદાર શગાયુક્ત તથા સુશોભિત વસ્ત્રોથી વિભૂષિત એવી લલિતા, અનુઅપમા અને સૌમ્પલતા વગેરે સ્ત્રીઓ મધુર સ્વરે પ્રતિષ્ઠાનાં પવિત્ર ગાનતાન કરતી પ્રભુને પોંખવા માટે સામેલ થઈ. ઉત્તમ શ્રાવકે દરેક પ્રતિમા પર દિવ્ય સુવર્ણ છત્ર અને બંને બાજુ સુંદર ચામર ધારણ કરીને ઊભા રહ્યા. એ રીતે જગતને આશ્ચર્ય પમાડે તેવી સામગ્રીથી પ્રૌઢ ઉત્સવપૂર્વક શ્રીનેમિચેત્યની તથા હજારે જિનબિંબની વિધિપૂર્વક શ્રીગુરુના હાથે પ્રતિષ્ઠા કરાવી. પછી પોતાના અનુજ બંધુ સહિત મંત્રીશ્વરે ચેત્યના શિખર પર સુવર્ણકુંભ સ્થાપન કર્યો. તે વખતે પ્રાસાદ
અને પ્રતિમાદિકનો પ્રતિષ્ઠા મહોત્સવ જેઈને સમ્યગ્દષ્ટિ દેએ આકાશમાંથી કુંકુમ જળની વૃષ્ટિ કરી. પછી તે ચિત્યમાં ચારે બાજુ આવેલી દેવકુલિકાઓ પર મહાધ્વજ ચડાવીને તેણે મંગલદીપ કર્યો. ત્યાર પછી તે બંને મંત્રીએએ ભક્તિ અને યુક્તિપૂર્વક શ્રેષ્ઠ ધૃતયુક્ત દિવ્ય ભેજન કરાવીને શ્રાવકોને પ્રસન્ન કર્યા. તે વખતે યથેચ્છ ભજનથી સંતુષ્ટ થઈ સમસ્ત જન વિના કટે અહીં પણ નિવૃત્તિસુખ પામ્યાં.
તે વખતે લલિતા તથા અનુપમા દેવીએ પણ