________________
૪૧૭
અષ્ટમ પ્રસ્તાવ
વાની ઇચ્છાથી તે સત્યપુરમાં આભ્યા. ત્યાં વિધિપૂર્વક સુવર્ણમય શ્રીવીરબિબની પૂજા કરીને સુજ્ઞ એવા તેણે સ્વામિવાત્સલ્ય અને મુનિપૂજન કર્યુ, પછી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા પૂજા કરીને અતુચ્છ મહોત્સવપૂર્વક તે ધવલપુરમાં આણ્યે.
"
ત્યારપછી થાડા વખતમાં અભુ ગિરિ પર શ્રીનેમિચૈત્ય તૈયાર થયું' એવી વધામણી લાવનાર પુરુષને તેણે દશ હજાર સેાનામહારા અક્ષિશ આપી. પછી અહેાંતેર રાણાએ સહિત તથા અંતઃપુરના પરિવાર સહિત શ્રી વીરધવલ રાજાને સાથે લઈને પેાતાના બંધુ તથા કુટુંબયુક્ત હર્ષિત થયેલ વસ્તુપાલ મત્રી પ્રાસાદ અને પ્રતિમાએ વગેરેની પ્રતિષ્ઠા કરવા શ્રીઅમ્રુદાચલ પર આવ્યા. તે વખતે શ્રીજાબાલિપુરના સ્વામી, નદુલનગરના રાજા અને ચન્દ્રાવતીના સ્વામીએ ત્રણ મ`ડલેશ્વર, તથા ખીજા સેંકડા પુર અને ગામાના અધિકારીઓને ખાલાવતાં, તેઓ પાતપાતાના પરિવાર સહિત ત્યાં આવીને હાજર થયા. વળી ઉદ્યસિંહ રાજાની રાજ્યરાને ધારણ કરવામાં રધર તથા બૃહસ્પતિ સમાન બુદ્ધિશાળી યશેાવીર મંત્રી પણ આવ્યેા. તેમજ તે મહાત્સવ જોવાની ઇચ્છાથી શ્રાવકામાં અગ્રેસર ગણાતા લાખા મહાજના ઉત્સાહપૂર્વક ત્યાં આવ્યા. તથા શીલવ ́ત અને પ્રતિષ્ઠિત એવા શ્રીમાન્ વિજયસેનસૂરિ વગેરે આચાર્યા
२७