________________
૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
દાન માનવડે તે રાજાને આનંદ પમાડી સાથે લઈને અન્ય રાજાઓ સહિત મંત્રી પર્વતના શિખર પર આવ્યા અને ઈંદ્રની જેમ ધીમાન તથા સદુપાયને જાણનાર એવા તેણે ભૂમિભૂપ સમાન અને દુર્ગમાં રહેલા એવા ગેગલિ પ્રમુખ અધિકારીઓને બોલાવી, સામ દાનાદિ ઉપાથી તેમને સંતુષ્ટ કરીને પિતાનું કાર્ય નિવેદન કર્યું. એટલે અંતરમાં આનંદ પામીને તેઓ બેલ્યા કે “તમારું કાર્ય અમે સેવકેની જેમ આદરપૂર્વક કરશું.” પછી ચૈત્યભૂમિને માટે મંત્રીએ તેમના કહ્યા પ્રમાણે સંન્યાસીઓને સંતુષ્ટ કરવા સારૂ ત્રીશ મૂડા દ્રમ્મ આપ્યું. એટલે તે તપસ્વીઓ પણ અંતરમાં આનંદ પામીને બેલ્યા કે-હે મંત્રિન્ શ્રીમાતાના ઉપદેશથી આ તમારૂં ઔદાર્ય જોઈને અમે આશ્ચર્ય પામ્યા છીએ. તમે આ સર્વ પર્વત લેવાને શક્તિમાન છે, માટે તમારી ભક્તિના બદલામાં અમે આ સમસ્ત પર્વત તમને અર્પણ કરીએ છીએ.”
પછી શ્રીમાતાના પ્રસાદથી પ્રાસાદભૂમિ મેળવીને અંબિકાના આદેશથી મંત્રી પિતે આરાસણ ગામમાં આવ્યા, અને આરસ કઢાવવા માંડ્યો. તે વખતે તેના પુણ્યદયથી ચન્દ્રમંડળ સમાન ઉજજ્વળ અને ચૈત્યને મેગ્ય એવા સુંદર પાષાણદળ નીકળ્યા. પછી પર્વત પર પશુઓ અને મનુષ્ય સુખે આરેહણ કરી શકે તેટલા માટે સુગમ સ્થાન જોઈને એક નવો રસ્તે કરાવ્યું અને પાંચ જન સુધીમાં એક એક કેશને અંતરે બંને બાજુ તેણે સારી