________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૧૩
જેમ લક્ષ્મી ચાલી જાય છે અને તેણે કરેલું માલિન્ય આ જગતમાં અવશિષ્ટ રહી જાય છે. ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર ધનના ભાગીદાર કહેલા છે. તેમાં આદ્ય (ધર્મ)નું અપમાન કરતાં અન્ય ભાગીદારો બળાત્કારથી પુરુષાનું ધન હરણ કરી લે છે.”
એક દિવસે તેજપાલ શ્રીનેમિનાથની પૂજા કરવામાં વ્યગ્ર હતા, એવા અવસરે કામ કરવામાં સૂત્રધારાનો મદતા જોઈને ચાતુ માં સરસ્વતી સમાન એવી અનુપમા દેવીએ શિલ્પીઓમાં અગ્રેસર અને શાસ્ત્રજ્ઞામાં શ્રેષ્ઠ એવા શાનને કહ્યું કે હે ભદ્ર ! સ્ત'ભાદ્વારના એક કામમાં પણ જો તમને આટલા બધા વિલ`બ થશે તેા અહી. (પર્વત પર) રૌત્ય કયારે સ`પૂર્ણ થશે ? સુજ્ઞ જના કહે છે કે-ધર્મની ત્વરિત ગતિ છે. કાણુ જાણે છે કે-પ્રાણીને હવે પછીના અવસર કેવા આવશે ? કારણ કે લક્ષ્મી વીજળી જેવી ચપળ છે અને આયુષ્ય વાયુની જેવુ' અસ્થિર છે, માટે વિવેકી પુરુષે ધર્મ કાર્ય માં વિલંબ કરવા નહીં. તેમાં પણ અધિકારી પુરુષે તા સ્વજન્મ સફળ કરવા વિશેષે ધમ કૃત્ય કરવું.” આ પ્રમાણે સાંભળીને શુભ આશયવાળા અને ચાલાક એવા શાભને અનુપમા દેવીને કહ્યું કે—“હે સ્વામિની ! એક તા આ પત દેવાને પણ દુરારાહ છે. વળી પ્રાતઃકૃત્યમાં વિઘ્ન કરનાર એવી ટાઢ અત્યારે બહુજ પડે છે અને શરીરને કપાવે તેવા અત્યંત શીતલ વાયુ નિરંતર વાયા કરે છે. વળી અપેારે ક્ષુધાપીડિત દરેક સૂત્રધારને જાતે ભાજનની સામગ્રી