________________
૪૦૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
મેલ રહિત છે એવા શ્રીમાન વિમળ મંત્રી કને આશ્ચ ન પમાડે ? વળી એ વિમલેશ્વર (ઋષભદેવ) દર્શન કરતાં પ્રાણીઓને દૃષ્ટિફળ (સમ્યગ્દષ્ટિપણ) આપે છે, પ્રણામ કરતાં ઇંદ્રની સપત્તિ આપે છે અને સ્તુતિ કરતાં તીથ કરપદ્યનુ અશ્વય આપે છે. વળી શ્રી વિમલેશની સહાયતાથી મરૂદેશના મ`ડનરૂપ એવા વિમલ અણુ દ્દગિરિ પણ વિમલપણાને પામ્યા છે, માટે હે મ`ત્રિમ્ ! એ ગિરિ પર તમારે શ્રી નેમિનાથનું ચૈત્ય કરાવવુ યુક્ત છે, કારણ કે અત્યારે શ્રીમાન્ ચૌલુકય રાજાની રાજ્યલગામ તમારા હાથમાં છે, પુણ્યના પ્રભાવથી પ્રભુતાને પામીને પ્રમાદાધીન થઈ જે પેાતાના પદને ચાગ્ય સદ્ગુણ્યકૃત્ય કરતા નથી તે પુરુષ જગતમાં કૃતજ્ઞ કેમ કહેવાય ? વળી હે મહામત્રિમ્ ! ત્યાં ચૈત્ય કરાવવાથી તે પૃથ્વીતલ પર રેવતાચલની જેમ સ્થિરસ્થાયી થશે.”
આ પ્રમાણે ગુરુ મહારાજના ઉપદેશ સાંભળીને સામવ’શી એવા વસ્તુપાલ મ`ત્રીએ વિચાર કર્યો કે “અમે જૈન ધર્મના અનુયાયી એવા ચાર ભ્રાતા હતા, તેમાં બે ભાઈ તા ધ્રુવયેાગે બાલ્યવયમાંજ સ્વસ્થ થયા છે, તેમાં પણ મલ્લદેવના નામે તા સજ્જનાને આનંદના કારણરૂપ એવાં કેટલાંક રૌત્યા હાલ મેાજુદ છે, (કારણ કે-મન્નુદેવના શ્રય નિમિત્તે શત્રુંજય ગિરિ પર મંત્રીએ સાક્ષાત્ અષ્ટાપદ સમાન એવુ' અષ્ટાપદ તીર્થ કરાવ્યું હતુ.), પરંતુ લૂણિગના શ્રેય નિમિત્તે એકે ચૈત્ય કરાવેલ નથી. ઉત્તમ