________________
૪૦૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જોઈને શ્રી માતાના ભવન પાસે પ્રાસાદને એગ્ય ભૂમિ તારે સમજી લેવી.” એમ કહીને અંબિકા દેવી અંતર્ધાન થઈ અને વિમળ મંત્રીએ સુપાત્ર દાન આપતાં શેષ રહેલ ભેજનથી અઠ્ઠમનું પારણું કર્યું.
પછી પ્રિયંગુ વૃક્ષની પાસે તેની ભૂમિકા જોઈને આનંદિત થયેલા તેણે પ્રાસાદ કરાવવાનો પ્રારંભ કર્યો. એવામાં ક્રૂર અંતઃકરણવાળા, પૂર્વના રાજાઓએ અબ્દ વિગેરે તીર્થોમાં નિયુક્ત કરેલા, અને મિથ્યાદષ્ટિ એવા શૈવમતાનુયાયીઓ ત્યાં પર્વત પર પ્રાસાદનો પ્રારંભ કરતા એવા વિમળ મંત્રીની લો કે સમક્ષ આ પ્રમાણે વ્યર્થ નિંદા કરવા લાગ્યા કે-“અહીં અચલેશ્વર (મહાદેવ) પ્રાણીઓને અચલ પદ આપે છે અને મંદાકિની સરિતારૂપ તીર્થ ભવની મંદતાનું મથન કરે છે. તેમજ અહીં વસિષ્ઠ ઋષિને આશ્રમ કુંડસ્નાનાદિ ક્રિયાઓથી લેકોને સ્વર્ગમાં લઈ જાય છે. વળી અબ્દની મહાશક્તિરૂપ, જગતની માતા સમાન તથા પર્વતની અધિકારિણી એવી શ્રી માતા પિતાના પ્રભાવને પ્રગટ રીતે બતાવી આપે છે, તેથી આ તીર્થ અનુપમ છે. વળી પૃથુરાજના વખતથી કંઈ પણ નિશાનીના અભાવે પૂર્વે અહીં આહંતપ્રાસાદ કદાપિ થયેલ નથી.” આ રીતે બેલતા દુર્વિદગ્ધ અને નિવિવેકી જનોમાં અગ્રેસર એવા તે દુરાશ દૈત્ય બાંધવામાં અંતરાય કરવા લાગ્યા.
તે વખતે વિમળ મંત્રીના ભાગ્યભરથી આકર્ષાયેલી અંબિકાદેવી આસુરી ભાવને ધારણ કરી આકાશમાં રહીને
ન કરે છે. તેમની સરિતારૂપ
આશ્રમ