________________
અષ્ટમ પ્રસ્તાવ ..
૪૦૫
કારણ કે ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. કહ્યું છે કે “મહાપ્રયત્ન કરતાં પણ ફળ તે ભાગ્યાનુસારે જ મળે છે.” સુધાનું પાન કરતાં પણ રાહુનું શરીર નવપલ્લવિત થતું નથી. સ્વામીની ચિર કાળ સેવા કરતા પણ ભાગ્ય વિના ફળ મળતું નથી. જુઓ, અરુણ સૂર્યને આ જન્મ ભક્ત છતાં તે ચરણ રહિત રહ્યો છે.” આ પ્રમાણે પોતાના મનમાં ચિંતવીને પોતાની પ્રાણવલ્લભાને વિચાર જાણવા માટે તેણે તેને પૂછયું; કારણ કે વખત આવે ત્યારે ઇદ્ર પણ પિતાની ઈદ્રાણુની સામે જુએ છે. એટલે સતીશિરોમણિ એવી શ્રીદેવીએ અંજલિ જોડીને કહ્યું કે-“હે પ્રાણેશ! ભવાંકુર સમાન પુત્ર ન માગતાં આહંતમંદિરજ માગો. તે વિશે ! સંસારમાં ભમતાં પ્રાણીઓને પુત્ર, માતા અને કલત્રાદિકના સંબંધે તે ભવભવમાં ઘણાએ પ્રાપ્ત થાય છે, પરંતુ ઘોર એવા આ સંસારસાગરમાં ચિંતામણિની જેમ સત્કૃત્યની સામગ્રી કેટિભવમાં પણ પ્રાપ્ત થવી દુર્લભ છે. આ રીતે પિતાની પત્નીને અભિપ્રાય જાણવામાં આવતાં ભવસ્થિતિને જાણનાર એવા વિમળ મંત્રીએ આપત્તિને દળનાર એવી દેવી પાસે જિનપ્રાસાદનીજ માગણી કરી. એટલે દેવીએ સંતુષ્ટ થઈને કહ્યું કે હે પુણ્યવંતમાં અગ્રેસર ! તને ઈષ્ટની પ્રાપ્તિ થશે, પરંતુ આ પર્વતની અધિષ્ઠાયિકા શ્રીમાતા દેવીની સંમતિ લઈને હું તારી પાસે આવું ત્યાં સુધી તું રાહ જે.” એટલે વિમળ મંત્રી ધ્યાનમાં લીન થઈને સ્થિર બેસી રહ્યા, એવામાં અંબિકાએ તરતજ આવીને તેને કહ્યું કે –“સુગંધી અને વિકસિત પુષ્પયુક્ત ગેમયમંડલીને