________________
४०४
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માટે કામદેવ સમાન પુત્રરત્ન પ્રાપ્ત કરવાની-આ બે ઈચ્છા રાત દિવસ વિમળ મંત્રીના હૃદયમાં રહ્યા કરતી હતી. એટલે પ્રતિકારી પુખેથી શ્રી નેમિનાથની પ્રતિમાનું પૂજન કરીને વિમળ ઉદયવાળા વિમળશાહે પિતાની સ્ત્રી સહિત સ્વસ્થપણે સર્વનું રક્ષણ કરનાર એવી મહાદેવી અંબિકાનું વિધિપૂર્વક આરાધન કરવા માંડ્યું. ત્રણ ઉપવાસને અંતે અંબિકા દેવી પ્રત્યક્ષ થઈ, કારણ કે “સત્ત્વવંત જન પર દેવ સત્વર પ્રસન્ન થાય છે. પ્રસન્ન મુખવાળા એવા વિમળમંત્રીને અંબિકા દેવીએ કહ્યું કે – હે મહાભાગ! હું તારા પર પ્રસન્ન થઈ છું, માટે વર માગ.” એટલે દંડપતિ બેલ્યા કે “સવ અભીષ્ટને પૂરનાર એવી હે દેવી! અબુદગિરિ પર ચત્ય અને વંશની ઉન્નતિરૂપ પુત્રને હું માનું છું.” એટલે દેવી બેલી કે હે મંત્રિન્ ! તેવા પ્રકારના પુણ્યદયના અભાવે તને બંનેની પ્રાપ્તિ થાય તેમ નથી, માટે એક વર માગ.” એ પ્રમાણેનું દેવીનું વચન સાંભળીને તે વિચારમાં પડ્યો કે “ગિરિરાજ પર પ્રાસાદરૂપ પુણ્ય માણું કે પુત્ર માગું? અથવા તો પુત્ર એ ખરેખર સંસારની વૃદ્ધિમાત્ર ફળરૂપ છે અને જિનચૈત્ય તે ઉભય લેકમાં સુખકારી છે. વળી પુત્રની પ્રાપ્તિ થતાં પણ જે તે સુકૃતી ન હોય તે વિષાંકુરની જેમ સર્વત્ર અત્યંત દુઃખકારી થાય છે. પુણ્યકર્મમાં પિતા કરતાં પણ અધિક અને પવિત્ર બુદ્ધિમાનું એ પુત્ર તે દૂર રહે, પરંતુ પિતા સમાન પુત્ર પણ ભાગ્યને કેઈકને જ પ્રાપ્ત થાય છે, માટે પુત્રપ્રાપ્તિના અસાર મનેરથનો ત્યાગ કરીને હું દેવી પાસે પ્રાસાદની જ માગણી કરું,