________________
૪૦૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શાસનમાં અતિશય પ્રખ્યાત છે. પૂર્વે શ્રી આદિનાથના ઉપદેશથી ભરત ચક્રીએ એ ગિરિના શિખર પર ચાર દ્વારવાળું સુવર્ણચત્ય કરાવ્યું હતું. સમસ્ત પાપને ખંડિત કરનાર એવા એ ગિરિનું યથાર્થ માહાસ્ય કહેવાને તે માત્ર કેવલી ભગવાનજ સમર્થ છે. એ તીર્થ પર પૂર્વે અનેક મહર્ષિઓ તપ તપી કેવલજ્ઞાન પામીને સમાધિપૂર્વક મેસે ગયા છે. અહીં શુભ ભાવથી દાન, શીલ અને તપ આચરતાં સમસ્ત પાપનું વિશેષ શોધન થાય છે. એ ગિરિની ઉપલી ભૂમિકાને પ્રતિમા ધારી એવા જગદગુરુ શ્રીમાનું વર્ધમાન સ્વામીએ સર્વતઃ પાવન કરેલ છે. જે પુરુષે અહીં એક વર્ષ પર્યત શ્રી રાષભ પ્રભુના ચૈત્યમાં દીપક કરે છે તેઓ કટીશ્વર થઈને ઈંદ્રપદને પામે છે. અહીં રૌત્રાષ્ટમીના દિવસે ભગવંત આગળ ફળો સહિત લક્ષ અક્ષત ધરવાથી લક્ષ ગામેનું એશ્વર્ય પ્રાપ્ત થાય છે. શ્રી નાગદ્રસૂરિ વિગેરે આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલા શ્રીયુગાદિ પ્રભુની છ મહીના પર્યત સેવા કરતાં છ ખંડનું આશ્વર્ય પ્રાપ્ત થાય છે. એ તીર્થ પર કૂટ પ્રયોગથી જે યાત્રિકોને છેતરે છે તેઓ ભવાંતરમાં હીન અંગવાળા તથા હીન જાતિવાળા થાય છે.
એ ગિરિની નજીકની ભૂમિકાને ભૂષણરૂપ, દૂષણરહિત તથા ગુણગરિષ્ઠ એવી ચંદ્રાવતી નામે નગરી છે. ત્યાં પ્રાગ્વાટ વંશના મંડનરૂપ તથા ભુજલીલામાં વિષ્ણુ સમાન વિમલ નામે દંડપતિ થયા હતા. જે સમ્યગ્દષ્ટિ જનમાં મુગટ સમાન, શત્રુરૂપ વૃક્ષનું ઉમૂલન કરવામાં હસ્તી