________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૦૩
સમાન અને શ્રીલીમ ગુર્જરપતિના પરમ પ્રસાદરુપ હતા. અર્થાત્ તેનો તેના પર બહુ મહેરખાની હતી. વળી સિ રાજાના દારુણ્ સંગ્રામમાં જે વીરત્નને પેાતાના રાજાને પરમ સહાય આપી હતી, પરમાર રાજા પણ જેના પરાભવની શકાથી પાતાની રાજધાનીના સુખના ત્યાગ કરી ગિરિદુગ માં જઈ ને રહ્યા હતા તથા સિંહ સમાન ઉદ્દામ પરાક્રમના ધામરૂપ અને અત્યંત સાહસિક એવા જેણે માલવીય મહીપાલના કાળરૂપ સગ્રામમાં લીમ રાજાના સેનાપતિપદને પામીને શત્રુઓનું ભજન કરી રણભૂમિમાં લીલા માત્રમાં વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરી હતી. ભાજનના અભિગ્રહથી અલિ રાજાને હરિની જેમ જેણે ત્રણ દિવસમાંજ સ્થટ્ટ નામના રાજાને હરાવીને બાંધી લીધા હતા. વળી નલ નગરના રાજાએ જેને સુવર્ણનું સિહાસન આપ્યુ હતુ. તથા ચેાગિની ( દીલ્લી) પતિએ જેને પવિત્ર છત્ર આપ્યુ. હતુ... તથા શ્રી વિમલાચલની યાત્રામાં ચાર કેાટિ સુવર્ણ ના વ્યય કરીને જેણે સંઘપતિપદ મેળવ્યું હતુ, નામ અને ગુણથી અદ્ભુત એવી શ્રી નામે તેની સ્ત્રી હતી. જે રહિ ણીની જેમ સદાચારી(સદા ચાલવાવાળી) છતાં વક્ર સ્થિતિવાળી ન હતી. વિદ્યુત સમાન શીલ તથા લાવણ્ય યુક્ત એવી તે એકજ પત્નીથી દંડપતિ મેઘની જેમ શેાભતા હતા. કલ્પલતાની જેમ તે સદા સ્વજનાને અભીષ્ટ આપતી હતી, છતાં પોતાના કુળના આધારભૂત સપુત્રરૂપ ફળથી તે વર્જિત હતી. અમ્રુદુગિરિના શિખર પર મહાન્ આતચૈત્ય કરાવવાની અને પેાતાની સુપત્ની શ્રીદેવીથી પોતાના વંશની ઉન્નતિ