________________
| | અષ્ટમ પ્રસ્તાવ
૪૦૭ બેલી કે-“આ ગિરિ પર પૂર્વે નાગૅદ્રાદિ ચાર આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી આદિનાથની મૂર્તિ છે. તે હકીક્તને તમને વિશ્વાસ ન હોય તે આ વૃક્ષની નીચે વિધિપૂર્વક જમીન ખોદીને જુએ એટલે પ્રતિમા નીકળશે. મંત્રીએ બલિદાનપૂર્વક તે પ્રમાણે કર્યું, એટલે તરતજ પ્રથમ પ્રભુની પ્રતિમા ત્યાંથી પ્રગટ થઈ. અંબિકા અને ક્ષેત્રપાલ સહિત તે મૂર્તિને જોઈને હૃદયમાં પ્રકંપિત થઈ, નમસ્કાર કરીને મિથ્યામતિ લોકેએ પ્રાસાદ કરવાની અનુમતિ આપી. એટલે મંત્રીએ તેમને કંઈક દ્રવ્ય આપી, આનંદ પમાડીને અબુદાચલના શિખર પર શ્રી કષભ પ્રભુનું રૌત્ય કરાવ્યું. પછી વિક્રમ સંવત્ (૧૦૮૮) માં વિમળ મંત્રીએ મહેદ્રોને પૂજનીય. પાપસમૂહને નષ્ટ કરનાર અને કાંચન સમાન તેજસ્વી એવા શ્રીમાન આદિપ્રભુની દિવ્ય ધાતુમય પ્રતિમા કરાવી, અને મહા મહત્સવ પૂર્વક બૃહદ્દગચ્છના અધિપતિ એવા શ્રી રત્નસૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. કહ્યું છે કે “અંબિકાના આદેશથી વિક્રમ સંવત્ (૧૦૮૮) માં પ્રાગ્વાટ વંશના મંડનરૂપ, શ્રીમાન્ ગુર્જરપતિ ભીમદેવ રાજાના મુખ્ય પ્રધાન તથા પુણ્યવાન એવા શ્રી વિમળ દંડપતિએ પિતાની પ્રિયા સહિત અબુદાચલ પર શ્રી આદિપ્રભુને અનુપમ પ્રાસાદ કરાવ્યો. શ્રી અંબિકાના આદેશથી જેણે શ્રી અબુદાચલ પર ઉન્નત પ્રાસાદ તથા પીતળની મેટી પ્રતિમા કરાવવા વિગેરે સત્કાર્યોમાં આઠ કોટિ દ્રવ્યનો વ્યય કર્યો એવા અને જિનપતિની સમક્ષ લીલાપૂર્વક અધરત્ન પર જે બિરાજેલ છે તથા જે મનના