________________
સપ્તમ પ્રસ્તાવ
૩૭૮
નરચંદ્ર ગુરૂ બેલ્યા કે—કહે મંત્રિન્ ! તેજપાલને પણ એ પુણ્યને કંઈક વિભાગ આપે.” એટલે નિખાલસ ઉત્સાહયુક્ત એવા વસ્તુપાલે ગુરૂમહારાજને કહ્યું કે–“હે વિભે ! એ પુણ્યને હું કઈ રીતે ખંડિત કરનાર નથી, કારણ કે અસ્થિર શરીરથી થિર એવા શ્રીસંઘના ચરણની ચર્ચા કરતાં મારે માટે ધર્મના કલ્પવૃક્ષરૂપ ગુરૂમહારાજ પિતાના અંતરમાં શામાટે વૃથા ખેદને ધારણ કરે છે ? આજે મારા પિતાની આશા સફળ થઈ તથા મારી માતાની આશીષ અંકુરિત થઈ કે જેથી યુગાદિ જિનના સમસ્ત યાત્રિક લેકેની ભક્તિપૂર્વક અર્ચા કરવાને મને શુભ અવસર પ્રાપ્ત થયો. આવો સંગ મહાન સુકૃતથીજ પ્રાપ્ત થઈ શકે છે, કેમકે ચિંતામણિ રત્ન પ્રાયઃ પુણ્યહીનના ઘરે ટકતું નથી, માટે નિર્દોષ એવા સર્વ સંઘની હું પોતેજ પાદપ્રક્ષાલનાદિકથી ભક્તિ કરીશ.” એ રીતે નિર્મળ વિનયથી ઉજજવળ એવી મંત્રીશ્વરની ભક્તિ જોઈને ક્ષમાવાન્ સર્વ સંઘપતિઓ અત્યંત વિસ્મય પામ્યા. સર્વ યાત્રાળુઓનું પાદપ્રક્ષાલન કરી રહ્યા પછી ઉત્તમ ઘતયુક્ત અને મનોહર એવા વિવિધ ભેજ્ય પદાર્થોથી ગૌરવ સહિત સર્વ સંઘપતિઓને તેણે ભજન કરાવ્યું. તે વખતે વિનયી એ તે ભોજન કરતા એવા સંઘપતિઓને ચંદનદ્રવથી સંસિક્ત પંખાથી પવન કરવા લાગે.
બંધુઓની જેમ તે સર્વને એક પંક્તિમાં બેઠેલા જોઈને મંત્રી વિસ્મયથી વિચારવા લાગ્યા કે—“ઉભય પક્ષે