________________
સપ્તમ પ્રસ્તાવ
૩૯૯
દૂષણ નથી, તને વૃથા ભ્રાંતિ થઈ લાગે છે.” એમ કહી તે કવીશ્વરને ત્યાં બેલાવીને ગેરસથી સત્કાર કરી દશ હજાર સુવર્ણના દાનથી તેને સંતુષ્ટ કર્યો.
એક દિવસે દારિદ્રયથી પીડિત એવા કોઈ કવિએ દરેક વિદ્વાનને કલ્પવૃક્ષરૂપ એવા મંત્રીશ્વરની સ્તુતિ કરી કે “હે મંત્રિન ! આ કળિકાળમાં કવિએ સાધુજન પર સ્નેહ ધરાવે છે, પણ જોજન પર નહીં, દેહના આવરણ માટે તેમની પાસે વાસ (વસ્ત્ર) નિવાસ નથી, પણ પર્ણકુટીમાં વાસ (નિવાસ) છે, તેમના કેશકલાપ પર પુષ્પ નથી, પણ નેત્રમાં છે, તથા તેમને અર્થ (દ્રવ્ય) ગ્રંથિમાં નથી, પણ તેમનાં રચેલ નવીન કાવ્યમાં છે અને તેમની વૃત્તિ જીવનમાં નથી, પણ પઠનમાં છે. આ પ્રમાણેનું તેનું કથન સાંબળીને તેના દુઃખને દૂર કરવા મંત્રીએ તેને ત્રણ લક્ષ દ્રમ્મ આપ્યા અને ત્રણ વર્ષાસન બાંધી આપ્યાં.
એક દિવસે સમુદ્ર કિનારે અનાં વહાણે આવ્યા. તે જોવાને મંત્રી સમુદ્રને કીનારે આવ્યા. તે વખતે વહાણના માણસે યત્નપૂર્વક અને વહાણમાંથી ઉતારતા હતા. એટલે તે તેજસ્વી અને જોઈને દાનવીર એવા મંત્રીએ કવિઓને કહ્યું કે – "प्रावृट्काले पयोराशिः कथं गर्जितवर्जितः" ।
વર્ષાકાળમાં સમુદ્ર કેમ ગર્જના રહિત છે?” તે સાંભળીને મેશ્વરનામના શીઘ્ર કવિએ તેની પૂર્તિ કરી કે