________________
૩૯૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર વિશુદ્ધ વસ્ત્ર પાત્રાદિકથી વિધિપૂર્વક સત્કાર કર્યો. પછી ઉત્તમ ભક્તિપૂર્વક તેણે સમસ્ત શ્રાવકેને ભેજન કરાવીને ગૌરવથી તેમને પંચ વર્ણનાં વસ્ત્રોની પહેરામણી કરી. વળી સુવર્ણરત્નાદિકના અલંકારેથી રાજમંડળને સત્કાર કરીને વાંછિત દાનથી તેણે અથજનેને પણ આનંદિત કર્યા. પછી મંત્રીએ નગરનાં સર્વ ચિત્યોમાં ધ્વજારોપને મહેત્સવ કરીને અનેક સુવસ્તુઓથી ભકિતપૂર્વક સ્વગુરૂને સત્કાર કર્યો. તે વખતે મંત્રીશ્વરે સદગુરૂપદને યોગ્ય એવા જૂદા જૂદા ગચ્છના ૨૪ મુનિઓને મહત્સવપૂર્વક આચાચંપદ અપાવ્યાં.
એ અવસરે મંત્રીના દર્શનનો અભિલાષી છતાં દ્વારપાળે અટકાવેલ, ઉત્સાહી તથા દૂર દેશાંતરથી આવેલ એવા કઈ કવીશ્વરે એક વિપ્રના હાથે દેવપૂજા કરતા એવા મંત્રીશ્વરને એક કાવ્યની ભેટ કરી, એટલે તે બ્રાહ્મણે આવીને મંત્રીને કહ્યું કે-હે દેવ! કેઈ કવિએ આ સાવદ્ય પદ્ય આપને અર્પણ કરેલ છે, તેને સ્વીકાર કરે. એટલે –
વસ્તુપાક્ય રાજ્ઞs, નૈવ પરિસુતિ पारिजातस्य सौरभ्य-ममरैरेब नेतरैः" ॥
જેમ પારિજાતના સૌરલ્યનો દેવો સિવાય બીજા ઉપભેગ કરી શકતા નથી તેમ વસ્તુપાલ મંત્રિરાજના યશસૌરભ્યને પણ તેઓ જ ઉપભેગ કરે છે. આ પ્રમાણેને શ્લોક વાંચીને મંત્રીએ પેલા વિપ્રને કહ્યું કે “આમાં કંઈ