________________
સપ્તમ પ્રસ્તાવ
૩૭
જિનપ્રતિમાઓની ભકિત કરી. પછી ઉજજવળ એવા સમસ્ત શ્રી સંઘનું તથા વિવિધ પાત્ર અને વસ્ત્રાદિકથી મુનિઓનું તેણે સારી રીતે વાત્સલ્ય કર્યું. એ રીતે સુયુતિપૂર્વક પંચમીવ્રતનું ઉદ્યાપન કરીને મંત્રીશ્વરે શ્રી જિનશાસનનો પ્રભાવ વધાર્યો.
એકદા મંત્રીએ વિચાર્યું કે-“જગતને પવિત્ર કરનાર એવા શ્રી જિનશાસનમાં જે શ્રાવકે પિતાની સંપત્તિથી સમયાદિ અનુસાર પંચાચારના ધારક, છત્રીશ ગુરૂગુણયુકત તથા કાળિક ઉત્કાલિક સૂત્રના દ્વહનપૂર્વક સૂત્રાર્થરૂપ ઉભય પ્રકારે શ્રી જિનાગમને જાણનારા એવા મુનિઓનો આચાર્યાદિ પદારોપનો મહોત્સવ કરે છે તે ભાગ્યવંતને આચાર્યાદિકેથી કરાતા અનેક પુણ્યકાર્યના અનુમોદનથી સદા સુકૃતસમૂહ વધ્યા કરે છે.” આ પ્રમાણે વિચારીને સુજ્ઞ શ્રાવકોમાં અગ્રેસર એવા મંત્રીએ સુમુહૂર્ત શ્રી ગુરૂના આદેશથી તેને લગતી બધી સામગ્રી તૈયાર કરી. પછી અનેક નગર અને ગામમાં વસનારા શ્રાવકને બહુમાનપૂર્વક ધવલપુરમાં બોલાવીને વિશેષ મહોત્સવપૂર્વક રાજાએ તથા મુનિએની સમક્ષ શ્રી નાગૅદ્રાચાર્ય પાસે મંત્રીશ્વરે શ્રી ઉદયપ્રભસૂરિની જગતને આશ્ચર્યકારક અને પ્રાણીઓના મને રથને પૂરનાર એવી આચાર્યપદારપની પ્રતિષ્ઠા કરાવી. તે વખતે તે ઉત્સવ જોવાની ઈચ્છાથી ત્રણસે આચાર્યો પોતપોતાના પરિવાર સહિત ત્યાં આવ્યા. એટલે સુજ્ઞ એવા મંત્રીએ પરિવાર સહિત તે સર્વેને