________________
૩૯૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ગુરૂના ઉપદેશથી પ્રશસ્ત એવી વિવિધ વસ્તુઓ મૂકીને કૃતજ્ઞાનનું ઉદ્યાપન કરવું.”
આ પ્રમાણે પંચમીતપનું માહાસ્ય સાંભળીને મંત્રીશ્વરે ઘણું શ્રાવકો સાથે આનંદ અને મહત્સવપૂર્વક પંચમીવ્રતને સ્વીકાર કર્યો. અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેનું આરાધન કરીને સમસ્ત વિશ્વને આશ્ચર્ય પમાડે તેવું તેનું ઉદ્યાપન પણ કર્યું. ઉદ્યાપનમાં મંત્રીએ રત્ન, સ્ફટિક, વૈદૂર્ય અને સુવર્ણાદિકની જુદી જુદી પાંચ પાંચ નવીન પ્રતિમાઓ ભરાવી, સ્તંભતીથપુરાદિ નગરમાં ઉંચા પ્રકારના સુવર્ણકુંભ તથા તેરણોથી મંડિત એવા ઉન્નત પાંચ નવીન ર કરાવ્યાં, પત્તનાદિ નગરમાં પાંચ વિશાળ ધર્મશાળાઓ કરાવી અને ધાતુનાં તથા દિવ્ય પાષણનાં પાંચ સમવસરણ કરાવ્યાં. બાર કટિ દ્રવ્ય ખરચીને તેણે એ દશનને લેખિત ગ્રંથેથી પ્રજ્વરિત એવા સાત ભારતીભંડાર કરાવ્યા, પાંચ ઉત્તમ માણિયથી પુસ્તકોની પૂજા કરી અને પાંચ શ્રાવકોને ભક્તિપૂર્વક વર્ષાસન બાંધી આપ્યાં. વળી પિતાનું ધન આપીને તેણે પાંચ સમ્યગ્દષ્ટિ શ્રાવકને કોટીશ્વર અને પાંચને લક્ષાધિપતિ બનાવ્યા. ભગવંતના લલાટ પર તેણે પદ્મરાગ મણિના પાંચ તિલક સ્થાપન કર્યા તથા પ્રભુના મસ્તક પર મણિ અને સુવર્ણના પાંચ મુગટ ચડાવ્યા. તે વખતે બીજા શ્રાવકે એ પણ પિતપિતાની શક્તિ પ્રમાણે પાંચ પાંચ ગ્લાહ્ય વસ્તુઓ ધરીને
* પાંચ સંભવે છે. અન્ય પ્રતિમાં જોવાની જરૂર છે.