________________
૩૯૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આગમના અર્થને ગ્રહણ કરતા એવા તેમને વસ્તુપાલ મંત્રીએ વંદન કર્યું. એટલે સદ્દભક્તિથી નમ્ર એવા તેને ધર્માશીષપૂર્વક તેમણે ભવકલેશનો નાશ કરનાર એવી દેશના આપી કે-“સુકૃતને લીધે લક્ષમી જે કે પ્રાપ્ત થાય, તથાપિ વિવિધ સ્થાને ભમવાનો પોતાનો ચિરકાલીન સ્વભાવ એ (લક્ષમી) મૂકે તેમ નથી માટે કુશાગ્ર બુદ્ધિ પુરુષોએ દાનશાળા, જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક, ઉપાશ્રય તથા ઉદ્યાપનાદિ સુકૃત્યોથી તેને વશ્ય બીજને પુષ્ટ કરવું, એ સિવાય તેને સ્થિર રાખવાને બીજો એક ઉપાય નથી.”
પછી તેમના પાદપદ્મ પર અત્યંત ભક્તિરાગને ધારણ કરતા એવા મંત્રીએ વિધિપૂર્વક તેમને દ્વાદશાવર્ત વંદન કર્યું, અને દેવતાઓને પણ માનનીય એવી તેમની અસાધારણ દુસ્સહ તપસ્થિતિ જોઈને મંત્રીશ્વરે (૧૨૮૫) ના વર્ષે મહોત્સવ પૂર્વક વૃદ્ધગચ્છનું તપાગચ્છ એવું સત્યાર્થ પ્રસિદ્ધ નામ રાખ્યું. કહ્યું છે કે (૧૧૫૯) માં પૂર્ણિમાગચ્છ, (૧૨૦૪)માં ઔષ્ટિકગચ્છ, (૧૨૧૪) માં અંચલગચ્છ, (૧૨૩૬) માં સાર્ધપૂણિમાગચ્છ, (૧૨૫૦) માં ત્રિસ્તુતિકગચ્છ અને (૧૨૮૫) માં તપાગચ્છ નામ સ્થાપન થયું. જે કાળમાં મુનિઓમાં જે આચાર અધિક જોવામાં આવતા તે કાળે તેવા નામથી લોકમાં તે ગછ પ્રસિદ્ધ થતો.”
તે અવસરે ગણિસંપદાથી ભૂતલ પર વિખ્યાત એવી * સ્વવશપણુને.