________________
૩૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
જના અને કવિઓને દાનમાં આપી દીધું. પછી સમસ્ત પૌરજના વિવિધ ભેટણાં લઈ ને અહ પૂર્વિકાથી પ્રભાના સ્થાન એવા તે મંત્રીને નમસ્કાર કરવા આવ્યા, એટલે સુયશશાળી એવા તેણે તે સમસ્ત જનાના સત્કાર કર્યા, કારણ કે ‘સુજ્ઞ જના ઔચિત્યને કદાપિ તજતા નથી.’
આ અવસરે સામેશ્વર ભટ્ટ વિગેરે કવીશ્વરા અભીષ્ટ સિદ્ધિની ઇચ્છાથી આપત્તિને દળનાર એવા મંત્રીશ્વરની સ્તુતિ કરવા લાગ્યા કે-“અહા ! કલ્પવૃક્ષા સહિત સુવર્ણગિરિ અગોચર થઈ ગયા. કામધેનુ સ્વમાં ચાલી ગઈ, અને ચિંતામણિરત્ન સાગરમાં સંતાઈ ગયુ, તે પછી આ અવસરે યાચકોના માટા સૈન્યને જોઈ ને અન્ય તેા કાણુ જ ટકી શકે ? પરતુ તેવે અવસરે ટકી રહેનારા દાનવીર એવા વસ્તુપાલ મંત્રી કેમ વર્ણનીય ન થાય ? યાગીની જેમ એણે કરણ (ઈંદ્રિય) ગામને જીતીને પરમાર્થ રૂપ મહાતેજ ઉપાર્જન કર્યું છે. અહા ! એક દ્વિજરાજ (ચન્દ્ર)ને જોઈને વિકસિત પદ્મો સ‘કાચ પામે છે, અને લક્ષ દ્વિજરાજ (બ્રાહ્મણા ) આવતાં પણ હૈ મંત્રીનું ! તમારૂં પાણિપદ્મ તા સદા વિકસિતજ રહે છે. શત્રુઓનુ ઉચ્ચાટન કરવામાં, લક્ષ્મીનું આકર્ષણ કરવામાં અને સ્વામીના અંતરને વશ કરવામાં હે વસ્તુપાલ મ`ત્રિન્ ! તમારા સિદ્ધમંત્રના પ્રભાવ સા જાગ્રત છે.”
અહી શ્રી પૂર્ણસિંહ શ્રેણીએ માકલેલા મમ્માણિ– પાષાણના પાંચે કટકા મત્રીને ઘરે આવ્યા, એટલે ચન્દ્રમાને