________________
૩૯૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કઈ જગ્યાએ નવીન ધર્મશાળા, ક્યાંક સંન્યાસીઓ નિમિત્તે મઠ, કેઈ સ્થળે વાપી સહિત સરેવર અને કઈ ગામના ત્યાંના લોકોને સંતુષ્ટ કરવા માટે દાનશાળા કરાવતે તેમજ સમસ્ત સજજનેને આનંદ પમાડતો એવે તે મંત્રીશ્વર,
જ્યાં દરેક ભવનમાં મહોત્સ થઈ રહ્યા છે એવા પત્તનનગર (પાટણ)માં આવ્યું. ત્યાં ધર્મકર્મમાં સહાયરૂપ એવા પિતાના કુટુંબને બેલાવીને સર્વ જ્ઞાતિજનેને તેણે સત્કાર કર્યો.
ત્યાં શ્રી વધમાનસૂરિ પાસે મંત્રી શ્રી શંખેશ્વરતીર્થનું માહાસ્ય સાંભળ્યું કે-“મહર્ષિથી સેવ્યમાન એવું એ તીર્થ બહુજ પુરાતન છે, અને એની સેવાથી પૂર્વે અનેક મુનિઓ મુક્તિને પામ્યા છે. પૂર્વે જનાર્દન (કૃષ્ણ) અને જરાસિંધુના સંગ્રામ વખતે શ્રીનેમિનાથના વચનથી અને વિષ્ણુના તપથી એ શ્રી પાર્થ પ્રભુની મૂર્તિ મહીતળમાંથી સ્વયમેવ પ્રગટ થઈ છે, અને એ મૂર્તિ પ્રાયઃ શાશ્વત પ્રતિમા સમાન ગણાય છે. એના સ્નાત્રજળના સિંચનથી પૂર્વે જરાના ઉપદ્રવથી તાપિત થયેલ કૃષ્ણ વાસુદેવની સર્વ સેના સજીવન થઈ હતી અને જય પામી હતી. વળી એ ભૂમિ પર પૂર્વે પરમ ઓજસ્વી એવા શ્રી નેમિ પ્રભુએ શંખ પૂર્યો હતો, તેથી એ ભૂમિ શંખેશ્વર એવા નામથી જગતમાં પ્રસિદ્ધ થઈ છે. દરેક પર્વના દિવસે નાગરાજ પદ્યાવતી સહિત ત્યાં આવીને એ મૂર્તિની કલ્યાણકારી * ધરણે પાતાળમાંથી લાવીને આપેલી હોવાથી આ પ્રમાણે કહેવાય છે.