________________
૩૮૯
સપ્તમ પ્રસ્તાવ
અન્નદાન આપવા લાગ્યા, કારણ કે ‘મહાપુરુષા સત્ર યથારુચિ પાપકારજ કરે છે.’ પછી મત્રીશ્વરે પેાતાના જન્મને સફળ કરવા નિમિરો ત્યાં ચાવીશ જિનાની પ્રતિમાએ યુકત શ્રી પાર્શ્વ પ્રભુનું એક નવીન મદિર કરાવ્યું, સ સંઘનું પૂજન કર્યુ અને દીનાદિ જનાને યથારુચિ દાન આપ્યું. પછી સુકૃતી એવા તેણે પૂસિંહના સત્કાર કરીને તેને વિસર્જન કર્યા, અને પોતે પૃથ્વીના લાચન સમાન ચિત્રપુર( ચીતેાડ)માં આવ્યેા.
કેાધ્વિજ કહેવાતા શ્રેષ્ઠીઓનાં ભવનાની ધ્વજાએથી વિરાજિત એવા તે નગરમાં પર્યંત ઉપર તેણે શ્રી યુગાદિ પ્રભુનું ઉદાર મદિર કરાવ્યુ, અને લાખા લક્ષાધિપતિઆના આવાસાથી મ`ડિત એવી તે પર્વતની મેખલા ઉપર તેણે ચંદ્ર સમાન નિર્માંળ એવુ* શ્રીનેમિનાથ ભગવંતનું ચૈત્ય કરાવ્યું. ત્યાં પણ સંઘવાત્સલ્ય તથા સાધુપૂજાદિ સત્કર્મ કરતાં તેણે પોતાના યશરૂપ પરિમલથી પૌરજનાને અત્યંત પ્રસન્ન કર્યાં.
પછી કામ સમાન વિકરાળ એવા કપિલકાટ્ટના રાજાને તેણે પેાતાના રણવાદ્યોના પ્રતિધ્વનિથી જાગ્રત કર્યો અને સૈન્ય સહિત તેમજ દૈન્યરહિત અસહ્ય પરાક્રમવાળા એવા મંત્રીશ્વરે તેની સાથે વિગ્રહ કરી રણભૂમિમાં તેને જીતીને તેની પાસેથી કેાટિ દ્રસ્મ દંડના લીધા. પછી નાગદાદિ વિવિધ તીર્થોને જિનચૈત્યોથી વિભૂષિત કરતા અને વિધિપૂર્વક પૂજન કરતા, કાઈ સ્થળે જિનચૈત્ય, કથાંક શિવાલય,