________________
સપ્તમ પ્રસ્તાવ
૩૮૭ કે શત્રુઓનો વિશ્વાસ કેમ કરાય?”એવામાં પૂર્વની પ્રીતિથી આભારી થયેલા અને સુજ્ઞ એવા પૂણસિંહે બાદશાહની આજ્ઞાથી પ્રથમ આવીને મંત્રીને પ્રણામ કર્યા. પછી તેના કહેવાથી બાદશાહ પાસે આવીને ચચિત પ્રતિપત્તિથી અને પ્રણામપૂર્વક ભટણાથી મંત્રીએ બાદશાહને પ્રસન્ન કર્યા દિગજોને તિરસ્કાર કરે એવા દશ હાથી અને સે અચ્છે તથા એક માણિક્ય ચાંદરૂપ પ્રાભૂત જોઈને પ્રસન્ન થયેલા બાદશાહે મંત્રીને આલિંગનપૂર્વક ભેટીને મેટું સન્માન આપ્યું. પછી યથાયોગ્ય વસ્તુદાનથી રાજમંડળને પણ પ્રસન્ન કરતાં મંત્રી પૂનડશાહને ઘરે આઠ દિવસ રહ્યા, અને મોદીનના આદેશથી દિલ્લીની નજીકમાં તેણે ગોમટાકારનું એક નવીન ઉન્નત ચૈત્ય કરાવ્યું. ત્યાં ભકતામર સ્તોત્રના જાપથી વશ થયેલ ચકેશ્વર મહાદેવીએ સમેતશિખરથી એક વજરત્નનું જિનબિંબ લાવી આપ્યું, એટલે મંત્રીએ મહોત્સવપૂર્વક તેને તે મંદિરમાં સ્થાપન કર્યું, “ધર્મના પ્રભાવથી સજજનોને કંઈ પણ દુઃસાધ્ય નથી.” પછી મંત્રીને પ્રમાદ પમાડવા માટે બાદશાહે તે મૈત્યમાં પ્રરીપ પૂજા નિમિત્ત શાકબજારને સર્વ કર અર્પણ કર્યો.
મંત્રીશ્વરના ગમનાવસરે બાદશાહે પ્રસન્ન થઈને કહ્યું કે-હે મંત્રિન્ ! કંઈક અભીષ્ટ વર માગ.” એટલે તે બેલ્યો કે-“હે દેવ ! ચૌલુક્ય રાજા સાથે તમારા જન્માવધિ પ્રજાને આનંદકારી અને નિર્મળ એવી પ્રીતિ થાય, અને તે રાજેદ્ર! મમ્માણિખાણના સ્વચ્છ પાંચ પાષાણુ મને મળે.” આ પ્રમાણે