________________
સપ્તમ પ્રસ્તાવ
-
૩૮૫
અને પુત્રની જેમ તેની સરભરા કરીને બધી વસ્તુઓ મંગાવી તેને પાછી સમર્પણ કરી. પછી બહુ પરિવાર સહિત તેની સાથે જઈને સમર્થ એવા મંત્રીએ ઉપાસના કરવાપૂર્વક તેને હજયાત્રા કરાવી. ત્યાં ધર્મચક્રસ્થાનના દ્વાર પર મંત્રીએ જગતનાં નેત્રને ઉત્સવરૂપ એવું એક આરસનું દિવ્ય તરણ કરાવ્યું અને ત્રણ લક્ષ દ્રમ્મને વ્યય કર્યો, કારણ કે “સજજને અન્યને સંતેષ પમાડવા સદા ઉદ્યમી રહે છે.”
પછી મેજદીનની માતાને પિતાને ઘરે લાવીને માતાની જેમ તેને સત્કાર કરતાં તેણે દશ દિવસ પિતાને ઘરે રાખ્યા. ત્યારપછી તેને સ્થૂલ મુક્તાફલો એક મનહર હાર આપી સંતોષ પમાડીને પરિવાર સહિત વિસર્જન કર્યા. તે વખતે તેણે મંત્રીને પિતાની સાથે આવવા કહ્યું, એટલે વીરધવલ રાજાના આદેશથી અન્ય રાજાએ તથા સૈન્ય સહિત વિજયી એવા મંત્રીશ્વર મજદીનની માતાની સાથે ચોગિનીપુર તરફ ચાલ્યો. રસ્તામાં પગલે પગલે સસ્પૃહ કવિવરોથી ખૂયમાન અને વિનયી રાજાએથી સર્વત્ર સત્કાર પામતો મંત્રી દિલ્લીના નિકટ પ્રદેશમાં આવી મજદીનની માતાના આદેશથી ભીમ સમાન નિર્ભયપણે યુદ્ધમાં ઉદ્ધત એવા યોધાઓથી પરિવૃત થઈનગરની દૂર પડાવ નાખીને રહ્યો.
જદીનની માતાએ બાદશાહે કરેલા મહત્સવ સહિત દિલ્લીમાં પ્રવેશ કર્યો. મેજદીને માતાને ચરણમાં
૨૫