________________
૩૮૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પ્રણામ કરીને પૂછ્યું કે-‘હે માતા ! રસ્તામાં શત્રુઓનું આક્રમણ કરીને તમે શી રીતે યાત્રા કરી ?’ એટલે વિકસિત મુખ કરીને તે એલી કે · હું સ્વચ્છાશય વત્સ ! જેમ સ કાર્યોમાં સમ અને શ્રીમાન્ એવા તું મારા પુત્ર છે, તેમ લક્ષ્મીમાં તારા કરતાં અધિક, વૃક્ષાને વસતની જેમ સમસ્ત પ્રાણીઓને આધારરૂપ, પરોપકારમાં તત્પર, બુદ્ધિમાન, પવિત્ર અને ચૌલુકય રાજાને મંત્રી એવા વસ્તુપાલ મારા ધર્મપુત્ર છે, તેની સહાયથી નિઘ્રિપણે મે યાત્રા કરી છે. તેણે મારી જે ભક્તિ કરી છે તેનું ઇંદ્ર પણ યથાર્થ વન કરી શકે તેમ નથી.' આ પ્રમાણે કહીને કૃતજ્ઞ એવી તે હૃદયને ઉદ્ઘાસ પમાડનાર એવું મંત્રીશનુ... યથાસ્થિત સ્વરૂપ આદશાહ પાસે નિવેદન કરીને વિરામ પામી, અને સુધાસાર સમાન ઉજ્જવળ એવા મત્રીશ્વરે આપેલા મુક્તામય હાર તેણે બાદશાહને બતાવ્યા. તે જોઈને વિસ્મય પામેલા મેાજદીને પેાતાની માતાને કહ્યું કે−હે માતા ! તમે ગુણાના ભંડારરૂપ એવા મ`ત્રીશ્વરને તમારી સાથે અહીં કેમ ન લાવ્યા કે જેથી સમસ્ત વિશ્વના ઉપકારી એવા તેના દન કરીને પ્રત્યુપકારથી હું કૃતકૃત્ય થાત.' એટલે તે બેલી કે • હું રાજેંદ્ર ! સાહસના સાગરરૂપ એવા તે મંત્રીને અતિ ગૌરવ સહિત સાથે લાવીને મે' અહી' નગરીની બહાર રાખ્યા છે.’ એવી સુધારસ સમાન માતાની વાણીનુ કર્ણ જલિથી પાન કરીને બાદશાહ ચતુરંગ સૈન્ય સહિત વસ્તુપાલની સન્મુખ જવા ચાલ્યા. નીતિમાં બૃહસ્પતિ સમાન મંત્રીએ તેને આવતાં સાંભળીને પેાતાની સેના સજ્જ કરાવી, કારણ